ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરન જીતી ગયા છે. કોગ્રેસના હિંમાશુ પટેલને 43064 મતથી હરાવ્યા છે. ત્યારે તેઓએ મીડિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં વિકાસવાદ ચાલ્યો છે. ગુજરાતમાં આ વખતે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની જોડીની જીત થઈ છે. કોંગ્રેસની જાતીવાદની નીતીને લોકોએ જાકારો આપ્યો છે. પક્ષે મને ધારાસભ્ય બનાવ્યો એ મારા માટે ધણુ છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં વિકાસવાદની જીત થઈ છે.
આ સાથે જ મંત્રી પદની વાત કરતાં પણ અલ્પેશે કહ્યું કે- કોને મંત્રી બનાવવા તે ભાજપ નક્કી કરશે. આ જીત ભાજપના દરેક કાર્યકર્તાની છે. નકારાત્મ રાજનીતિનો પરાજય થયો અને સકારાત્મ રાજનીતિનો વિજય થયો છે. અમે વિકાસની રાજનીતિ કરવાવાળા છે. એટલે એ નક્કી ન કહેવાય કે હું મંત્રી બનીશ જ. હું મંત્રી બનાવાનો કે નહીં તે પાર્ટી નક્કી કરશે, તેના પર અત્યારે કોઈ પાક્કું કહેવું યોગ્ય નથી.
ચૂંટણીમાં ઉમેદવારોના નામો જાહેર થયા એ પહેલાં ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બેનર લાગ્યા હોવાના સમાચાર આવ્યા હતા અને ગુજરાતનુ રાજકારણ ગરમાયું હતું. દક્ષિણની બેઠક વિસ્તારમાં લાગેલા આ બેનર પર લખવામાં આવ્યું હતું કે અમારી દક્ષિણની બેઠકમાં તમારી કોઇ જરૂર નથી. બેનરોમા એ પણ સ્પષ્ટ લખવામા આવ્યુ છે કે તમારા માટે રાધનપુર બરાબર છે. જો અમારી 35 ગાંધીનગર દક્ષિણ તરફ આવશો તો લીલા તોરણે જવાની તૈયારી રાખજો. આ ઘટના એવા સમયે સામે આવી હતી કે જ્યારે ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સંભવિત દાવેદાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચામા હતુ. જો કે આ વિરોધની કોઈ અસર થઈ ન હતી અને અલ્પેશ ઠાકોરનો વિજય થયો હતો.