(By Dinesh Zala) જામનગર શહેરથી કારની ચોરી કરી રાજકોટ તરફ નાસી રહેલા એક તસ્કરને ધ્રોલ PSI પનારાની કાબિલ-એ-દાદ કામગીરીથી દબોચી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર જામનગરના સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લગભગ 11:00 વાગ્યાની આસપાસ એક તસ્કર જી.જે.૧૦ ડી.આર.૯૯૧૨ નંબરની સ્વીફ્ટ ડિઝાયર કાર ની ચોરી કરીને ભાગ્યો હતો.
ત્યારબાદ સીટીસી ડિવિઝનના પોલીસ અધિકારીઓએ તેમનો પીછો કર્યો હતો પરંતુ કારચાલક જામનગર શહેરથી રાજકોટ રોડ તરફ ભાગ્યો હતો. રાજકોટ તરફ સ્પીડમાં કાર ભગાવી ભાગી જતા સીટી સી. ડિવિઝન પોલીસે ધ્રોલના પી.એસ.આઇ.પી.જી. પનારા ને જાણ કરી હતી ત્યારબાદ બીજી પનારા અને સ્ટાફ દ્વારા દ્વારા તાત્કાલિક નાકાબંધી કરી દેવામાં આવી હતી
આ દરમિયાન કાર ચોરી કરનાર તસ્કર ધ્રોલના ગાંધી ચોકમાં પહોંચ્યો હતો ત્યારે ધ્રોલના પી.એસ.આઇ તેમજ અન્ય સ્ટાફ દ્વારા કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કાર ચોરી કરનાર તસ્કર ત્યાંથી જોરદાર સ્પીડમાં કાર ચલાવી મોટરસાયકલ અને અન્ય વાહનોને ઠોકર મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
કારચાલક ભાગતા ધ્રોલ પોલીસની ટીમે જીપમાં તેનો પીછો કર્યો હતો અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા લગભગ દોઢ કિમી સુધી ધ્રોલ પોલીસે સ્પીડમાં બોલેરો ભગાડી ચોરાવ કારને ભાડે નાખીને કારચાલકને દબોચી લેવામાં આવ્યો હતો.
ધ્રોલ પોલીસ દ્વારા કાર લઈને ભાગતા આ વ્યક્તિનું નામ પૂછવામાં આવતા તેમણે તેમનું નામ અરનાંકેલમ અને પોતે તેલંગાનું વતની હોવાનું જણાવ્યું હતું એટલું જ નહીં તેમણે પૂરી ભાષા પણ જાણતો ન હતો
ફોન પર પાકિસ્તાની છોકરીની મીઠી વાતો… આ માણસે માત્ર 2000 રૂપિયામાં ISIને સેનાની માહિતી વેચી દીધી
સરકાર હવે ઓનલાઈન ગેમિંગ કંપનીઓનું ઢાંઢુ ભાંગી નાખશે, 1 લાખ કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મોકલશે, ચારેકોર હાહાકાર
Breaking: દિલ્હીમાં ચોરીની ખતરનાક ઘટના, જ્વેલરીના શોરૂમની છત ફાડીને 25 કરોડના દાગીના લઈ ફૂરરર
નીડર અને બહાદુરી કામગીરી દરમિયાન ધ્રોલના પીએસઆઇ પીજી પનારાને જમણા હાથમાં ઇજા થઈ હતી. કારચાલક ને ઝડપી લઇ કાર સાથે તેને જામનગર લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી