ગુજરાતના દાતારી અને પ્રિય હાસ્ય કલાકાર એવા નીતિન જાની એટલે કે સૌના પ્રિય ખજૂરભાઈનું ફેર એન્ડ લવલી ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં નેહા સુથાર અને ખજૂરભાઈએ અભિનય કરીને બધાના દિલ જીતી લીધા છે. ક્રિકેટ રમતા રમતા આ ગીતની શરૂઆત થાય છે અને પ્રેમ ગીત ટાઈપનું આ ગીત હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર એક જ કલાકમાં ગીતના વ્યૂઅર પણ હજારોમાં થઈ ગયા છે. ખજૂરભાઈની લોકપ્રિયતા આજે કોઈથી છાની નથી. દરેક ગુજરાતીના દિલમાં ખજૂરભાઈએ ખાસ જગ્યા બનાવી દીધી છે અને તેમનું સેવાનું કામ લોકોમાં અલગ જ છાપ ઉભી કરી રહ્યા છે. ખજૂરભાઈની લોકોની મદદ કરવાની વાતોથી આજે સૌ કોઈ પ્રભાવીત છે. આવી જ વધુ એક ઘટના સામે આવી હતી રાજકોટ જિલ્લાના ગોંડલથી. અહી ખજૂરભાઈએ સુલતાનપુરમાં રહેતા રસીલાબેન નામના વૃદ્ધાને નવું ઘર બનાવી આપ્યુ હતું. ખજૂરભાઈ ગોંડલ પહોચ્યા હયા અને પરિવારને ગૃહ પ્રવેશ કરાવ્યો. આ સાથે આજીવન તેમને મદદ કરતા રહેવાનું કહ્યુ. તેમણે આ પરિવારને ઘર સાથે કબાટ, બેડ, ટીવી, ફ્રીજ તેમજ રસોડાની તમામ ચીજ પણ અપાવી છે.
રસીલાબેન વિશે વાત કરી તો તેઓ એલએલબી કરેલા છે અને ગામના સૌ પ્રથમ એક વકીલ છે. પરંતુ આ વચ્ચે કાર્યક્રમમા રસીલાબેનની માનસિક હાલત ખરાબ થઈ ગઈ. તમના પરિવારમાં એક ભાઈ હતા પણ પછીથી તેમના ભાભીએ છૂટાછેડા લઈ લીધા. તેમનો ભાઈ અને માસી સાથે રહેવા લાગ્યા હતા.
છેલ્લા કેટલાય વર્ષોથી રસીલાબેનની માનસીક હાલત ખરાબ થઈ જતા નિર્વસ્ત્ર વસ્ત્ર થઈ ફરતા હતા. બીજી તરફ મુશ્કેલી એ પણ હતી કે રસીલાબેનના ભાઈ જીતુભાઈ રીક્ષા ચલાવે છે. જીતુભાઈની એક આંખ નથી અને બીજી આંખમાં બે મહિના પહેલા મોતિયો આવતા તેમની રોજગારી બંધ થઈ. ઉપરથી વધુ મુશ્કેલી ત્યારે થઈ જ્યારે તેમના સાથે રહેતા માસીની આંખમાં પણ મોતિયો થયો. ખજૂરભાઈએ જણાવ્યું કે, સુલતાનપુર વાસીઓનો પ્રેમ ભાવ મને અખૂટ મળ્યો છે. આ સિવાય ગોંડલમાં નવ દિવ્યાંગ બાળકોનો ગૃહ પ્રવેશ કરાવ્યો.
કરોડો લોકો જેને એક માન અને સન્માન સાથે જુએ છે એવા સૌના પ્રિય અને મોટા સેવાભાવી ખજૂરભાઈની સલગાઈ થઈ ગઈ છે. મિનાક્ષી દવે સાથે નિતીન જાનીએ સગાઈ કરી લીધી છે. તો વળી ખજૂર ભાઈએ આ માહિતી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને શેર કરી હતી. સૌ સેલેબ્રિટીએ પણ ખજુરભાઈને શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો. ત્યારે સેવાભાવી ખજૂરભાઈને સૌ કોઈ હાલમાં શુભકામના પાઠવી રહ્યા છે. ખજૂરભાઈની સેવા કોઈથી છુપી નથી. તેઓએ કેટલાય લોકોને મકાન બનાવી આપ્યા છે તો વળી ઘણાના જીવન નિર્વાહ માટે ફરિસ્તા બનીને સેવા કરી રહ્યા છે.
નીતિન જાનીનો જન્મ સુરતમાં થયો છે. નાનપણથી જ મસ્તીનો સ્વભાવ હતો જેના કારણે ખજુરભાઈ અને નાના ભાઈ તરુણ ભાઈ ખુબ જ મસ્તી કરતાં અને ભણવામાં ધ્યાન નહોતા આપતા. પછી પિતા શ્રીએ કહ્યું કે આને અલગ કરવા પડશે. પિતા શ્રીનું કામ પણ બારડોલીમાં રહેતું હોવાથી નીતિન જાનીની શાળા અને કોલેજ ત્યાંથી જ થયું જ્યારે માસ્ટર કરવા માટે તેઓ પૂના આવ્યા અને ત્યાં MCA, MBA, LLBનો અભ્યાસ કર્યો. ખજુરભાઈને રિડિંગનો અને કોમેડી વીડિયો જોવાનો ઘણો શોખ છે. મિનાક્ષી દવે નામની સુંદર કન્યાની સગાઇ ખજૂરભાઇ સાથે થઇ છે. મિનાક્ષીએ અને ખજૂરભાઇએ સગાઇ દરમિયાન રિંગણ કલરનાં ટ્રેડિશનલ કપડાં પહેર્યાં છે. મિનાક્ષી દવે સિંગિંગમાં રસ ધરાવે છે. તેમણે તેમના ગાયેલા 2-3 કેરેઓકે ટ્રેક પણ પોસ્ટ કર્યાં હતા.