કિંજલ દવેની હવે ફરીથી નવી તસવીરો સામે આવી છે. કિંજલ અવાર નવાર સોશિયલ મીડિયામાં ચોહકો સાથે નવી નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. એ જ અરસામાં લાલ કલરના ડ્રેસમાં તેમણે નવી તસવીરો શેર કરી છે.
ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર કિંજલ દવેએ આ તસવીરો શેર કરી છે અને કિંજલના ચાહકો પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે અને લાઈક્સનું તો ઘોડાપુર આવી ગયું છે.
ચાહકો પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં પણ કિંજલ દવેનો આ તસવીરો રાખી રહ્યા છે.
પવન જોષીની બહેનના લગ્ન કિંજલના ભાઈ આકાશ સાથે નક્કી કરેલા હતા. પરંતુ પવનની બહેને બીજા સાથે કોર્ટ મેરેજ કરી લેતા સગાઈ તૂટી હોવાની વાત સામે આવી હતી, ત્યારે ગઈ કાલે કિંજલ દવે પુરા પરિવાર સાથે રાજલ બારોટના ઘરે જોવા મળી હતી.
પ્રખ્યાત સિંગર રાજોટ બારોટે આ તસવીરો શેર કરી હતી. રાજલ બારોટ અને કિંજલ દવે એકદમ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યાં છે. વાયરલ તસવીરોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે કિંજલ દવે સાથે એમના પિતા લલિત દવે અને પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળી રહ્યાં છે.
ત્યારે રાજલ બારોટે આ તસવીરો શેર કરીને જણાવી દીધું કે હવે તે આઘાતમાંથી બહાર નીકળી રહી છે અને બધું નોર્મલ થઈ રહ્યું છે.