2016મા કિંજલ દવેના ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતે ગુજરાતમા ચારેતરફ ધૂમ મચાવી દીધી હતી. જો કે આ ગીત પછી એક વિવાદમા ધેરાઈ ગયુ હતુ. હવે આ ગીતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની જાણિતી ગાયિકા કિંજલ દવેને અમદાવાદની સિટી સિવિલ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. આ ગીતને લઈને મ્યુઝિક મેનેજમેન્ટ કંપની સાથે કોપીરાઇટનો વિવાદમા સિટી સિવિલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મુક્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ કિંજલ દવે તેનું આ ગીત હવે નહીં ગાઇ શકે. કહેવામા આવી રહ્યુ છે કે આ ગીતમા કંપનીએ કોપી રાઇટનો ભંગ કર્યો છે.આ વિશે વાત કરતા જજ આનંદલીપ તિવારી આદેશ આપ્યો છે કે કિંજલ દવે અને બે ફર્મ-આરડીસી મીડિયા તથા સરસ્વતી સ્ટુડિયોને કોપીરાઇટ હેઠળ રહેલા આ ગીતને સીડી અને કેસેટના રૂપે હવેથી વેચન કરવુ નહી. આ સાથે એ પણ આદેશ આપ્યો છે કે રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલા કોપીરાઇટ કેસમાં કોર્ટ કોઇ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી લાઇવ કોન્સર્ટમાં પણ આ ગીત ગાવુ નહી.
જો કે આ કેસમા 23 સપ્ટેમ્બર 2022ના રોજની સુનાવણીમાં કિંજલ દવે કોર્ટ સમક્ષ હાજર પણ થઇ ન હોવાના સમાચાર છે. આ સમગ્ર વિવાદ અંગે વિગતે વાત કરીએ તો 2016મા આરડીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત અપલોડ કરવામા આવ્યુ હતુ.
આ બાદ જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેચ લિમિટેડે કહ્યુ કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી અને 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર તેનો વીડિયો પણ અપલોડ કર્યો હતો. આ મુજબ કાયદેસર રીતે કાર્તિક પચેલ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક તેઓ છે કિજલ દવે નહી.