Business News: આ સપ્તાહના પ્રથમ દિવસે સુસ્ત શરૂઆત બાદ આજે બીજા દિવસે સોના અને ચાંદીના વાયદાના ભાવમાં વધારો થયો હતો. બંનેના વાયદાના ભાવ આજે જોરદાર ખુલ્યા હતા. જો કે, પાછળથી ચાંદીના ભાવ ભાવ ધીમા પડવા લાગ્યા. સોનાના વાયદામાં રૂ. 62,250 અને ચાંદીના વાયદા રૂ. 72,400 આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની ભાવ વધવાની શરૂઆત થઈ.
સોનાના વાયદાની કિંમત
સોનાના વાયદાના ભાવમાં આજે ઉછાળા સાથે શરૂઆત થઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો બેન્ચમાર્ક ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ આજે રૂ. 54ના વધારા સાથે રૂ. 62,149 પર ખૂલ્યો હતો. લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ રૂ. 157ના ઉછાળા સાથે રૂ. 62,252 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ટોચે રૂ. 62,282 અને દિવસની નીચી સપાટી રૂ. 62,149 પર પહોંચ્યો હતો. અમદાવાદમાં આજે એક તોલું 22 કેરેટ સોનાનો ભાવ 64,210 બોલાઈ રહ્યો છે.
મજબૂત શરૂઆત બાદ ચાંદીમાં ઘટાડો થયો હતો
ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ તેજીથી થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક માર્ચ કોન્ટ્રાક્ટ આજે રૂ. 169ના વધારા સાથે રૂ. 72,596 પર ખૂલ્યો હતો. જો કે, લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ રૂ. 30ના ઘટાડા સાથે રૂ. 72,397ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સમયે તે દિવસની ઊંચી સપાટીએ રૂ. 72,597 અને દિવસની નીચી સપાટી રૂ. 72,387 પ્રતિ કિલોએ પહોંચી હતી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ચાંદીના વાયદાના ભાવ રૂ. 78,549 પ્રતિ કિલોએ પહોંચ્યા હતા.
એક જ દિવસમાં 14,000 હોટેલ અને 3600 ફ્લાઇટ ટિકિટ બુકિંગ રદ, PM મોદીના કારણે માલદીવના ઘોબા ઉપડી ગયાં
એકસાથે 1200 રોટલી બની જશે, અયોધ્યામાં ભોજન પ્રસાદ માટે અજમેરથી આવી ખાસ ભેટ, જાણો ખાસ વિશેષતા
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવમાં વધારો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ વધારા સાથે ખુલ્યા છે. કોમેક્સ પર સોનું $2,034.50 પ્રતિ ઔંસ પર ખુલ્યું. અગાઉની બંધ કિંમત $2,033.50 હતી. લેખન સમયે, તે $6.10 ના વધારા સાથે $2,039.60 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. કોમેક્સ પર ચાંદીનો વાયદો $23.31 પર ખૂલ્યો, જે અગાઉનો બંધ ભાવ $23.31 હતો. સમાચાર લખવાના સમયે, તે $0.01 ના વધારા સાથે $23.32 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો.