Gujarat News: ગુજરાતમાં હાલમાં કંઈક અલગ જ વાતાવારણ અનુભવાઈ રહ્યું છે. કારણ કે વહેલી સવારે અને રાતે જ માત્ર થોડી ઠંડક લાગી રહી છે જ્યારે બાકીના સમયમાં તો આગઝરતી ગરમી પડી રહી છે. રાજ્યમાં હાલ ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે.
આવા મિશ્ર વાતાવરણમાં હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ત્રણ જિલ્લામાં હીટવેવની આગાહી છે. જેથી દરેક ગુજરાતીએ આ આગાહીને ખાસ જાણવી જોઈએ. હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેવાની શક્યતા છે. રાજ્યમાં બે દિવસ માટે હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
હવામાન વિભાગે વાત કરી કે આજે અને આવતી કાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી જોવામાં આવી રહી છે. વિશેષ રીતે પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં પણ હીટવેવની સ્થિતિ રહી શકે છે. આ સાથે તેમણે કહ્યુ કે, ‘પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી વધશે એવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે.