ગુજરાતમાં લવ મેરેજને લઈને ફરીથી ચર્ચાઓના નવા વાદળો ઘેરાઈ રહ્યા છે. દીકરી દ્વારા પોતોના સમાજને છોડીને અન્ય સમાજના યુવાનો સાથે લગ્ન કરવા અંગે આજે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પાટીદારની દીકરીઓને ઘરમાં જ લાગણી અને હૂંફ મળે તેવું વાતાવરણ આપો, જેથી તે અન્ય સમાજના યુવાનો સાથે ભાગીને લગ્ન ન કરે. આ સમગ્ર બાબતે SPG અધ્યક્ષ લાલજી પટેલે પણ સમર્થ કર્યું હતું.
અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે પાટીદાર સમાજમાંથી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરતી દીકરીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ બાબતે લાલજી પટેલે જણાવ્યું હતું કે, હું આર પી પટેલના નિવેદનનું સમર્થન કરું છું. SPG પણ આ દિશામાં પ્રયાસ કરી રહ્યું છે. મોટા ભાગના અસામાજિક તત્વો દીકરીઓને લવ મેરેજ કરીને ભગાડી જાય છે.
લાલજી પટેલની ઉગ્ર આંખ..
લાલજી પટેલે વિગતવાર જણાવ્યું હતું કે, હું આર પી પટેલના નિવેદનનું સમર્થન કરું છું. SPG પણ આ દિશામાં પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી ખોટા લગ્ન નોંધણી સામે લડત આપી આપી રહ્યું છે. મોટા ભાગના અસામાજિક તત્વો દીકરીઓને લવ મેરેજ કરીને ભગાડી જાય છે. આ અંગે સોશિયલ મીડિયા અને ફિલ્મોનું આંધળું અનુકરણ જવાબદાર છે. તેમણે વધુમાં કહ્યું કે, કોલેજમાં પણ અસમાજિક તત્વો સક્રિય હોય છે. જો કે, માતા પિતાએ જ ઘરમાં વાતાવરણ બાળકો માટે સુધારવું પડશે.
માતા-પિતાની કેટલી જવાબદારી?
ઘરમાં માતાપિતાએ એવું વાતાવરણ ઉભુ કરવું પડશે. આ સાથે ઘરમાં પરિવારના સભ્યો દ્વારા ઘર સભાઓ પણ કરવી જોઈએ, જેનાથી બાળકોને યોગ્ય સંસ્કાર મળી શકે અને આવા ખોટા રસ્તે જાય નહીં. જે યુવાનો કામ ધંધો કરતા નથી તેવા જ લોકો જ આવી રીતે પ્રેમ લગ્નો કરીને છોકરીઓને ભગાડીને લઈ જતા હોય છે એમ લાલજી પટેલે જણાવ્યું હતું.
હવામાન વિભાગે ગાત્રો થીજવતી ઠંડી અંગે કરી નવી આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવા ઠુઠવાશો??
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા હિંદુઓએ અમેરિકામાં કાઢી ભવ્ય કાર રેલી, હવે સતત એક મહિના સુધી ચાલશે મહોત્સવ
આ અંગેની મીડિયા સાથેની વાતચીતમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે અનેક વાતો જણાવી છે. તેમણે કહ્યુ છે કે, હવે એ સમય આવી ગયો છે કે, દીકરીઓને એવું વાતાવરણ આપવાનું છે કે, તેઓ માતા પિતા સાથે છૂટથી વાતો કરી શકે. દીકરીને કોઈની સાથે પ્રેમ હોય કે તેને કોઇ વ્યક્તિ ધમકાવે છે તો તે ઘરે આવીને વાત કરી શકે. તેને એવો વિશ્વાસ અપાવવો પડશે કે, મને કોઇ મદદ કરશે કે નહીં પરંતુ મારો પરિવાર અને મારા સમાજની સંસ્થા આમાં મારી મદદ કરશે.