હવે લોરેન્સ બિશ્નોઇની નજર ગુજરાતના બિઝનેસમેન પર હોવાના સમાચા સામે આવ્યા છે. જેલમાં બંધ બિશ્નોઇની ગેંગે ગુજરાતના એક ઉદ્યોગપતિ પાસે ખંડણી પેટે લાખો રૂપિયાની માંગ કરી છે. આ બિઝનેસમેન મોરબીનો છે અને તેનુ કહેવુ છે કે તેની પાસે 25 લાખની ખંડણી લોરેન્સ બિશ્નોઇ દ્વારા માંગવામા આવી છે. આ બાબતે તેને વોટ્સએપ પર મેસેજ, ઑડિયો, વીડિયો મળ્યા છે જેમા તેને બેંક એકાઉન્ટ, પેટીએમ સહિતની ડિટેઇલ પણ મોકલી છે.
આ સિવાય બિઝનેસમેનનુ કહેવુ છે કે તેના મોબાઇલમાં રીવોલ્વર તથા કાર્ટીઝનો વિડીયો મુકી તેને ડરાવવામા આવ્યો છે. માત્ર આટલુ જ નહિ, જો રૂપિયા નહીં આપે તો ઉદ્યોગપતિ અને તેના પરિવારને પણ મારી નાખવાની ધમકી આપવામા આવી છે. આ બાદ તેણે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જઈને આ મામલે વાત કરી ફરિયાદ નોંધાવી દીધી છે. પોલીસે IPC કલમ 384, 387, 507 511 મુજબ ગુનો નોંધી લીધો છે.
આ અગાઉ પંજાબી સિંગર અને રેપર સિધ્ધુ મુસેવાલાની હત્યા કેસ, સલમાન ખાનને ધમકી, સલમાન ખાનના પિતા એક્ટર સલીમ ખાનને મોર્નિંગ વોક સમયે ધમકી ભર્યો પત્ર જેવા કેસોમા તેનુ નામ સામે આવ્યુ છે.