LCBની ટીમે ઝડપી પાડયો નકલી “GST ઓફિસર”, નાના વેપારીઓ પાસેથી પૈસા પડાવવતો હતો આ મહાશય

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: સાવધાન… સાવધાન… તમારી આસપાસ પણ નકલી ચીજવસ્તુઓની સાથે નકલી ઓફિસર પણ આંટા મારતો હશે, આજે જ સાવધાન થઈ જજો નહીંતર તમને લૂટીને ક્યારે ગાયબ થઈ જશે એ તમને જ નઈ ખબર રહે.

આજે, એલસીબીની ટીમે ગાંધીનગર સહિતના અન્ય જિલ્લામાં નકલી GST ઓફિસર બનીને વેપારીઓનો તોડ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. એક વર્ષ અગાઉ મિત્રો સાથે મળીને તલોદના વેપારીને ત્યાં નકલી રેડ કરી તોડ કરવા મામલે ગુનો પણ દાખલ થયો હતો. જે ગુનામાં એલસીબીએ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પોલીસને મળેલી બાતમીના આધારે ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના એપોલો સર્કલ નર્મદા કેનાલ તરફના સર્વિસ રોડ પર આરોપી કમલેશને ઝડપી પાડ્યો હતો. આ આરોપી આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો.

આખા ગામને આશા હતી એવું જ થયું, ભાજપના ભરપેટ વખાણ કરતી કંગના આ પાર્ટીમાંથી લડશે લોકસભા ચૂંટણી!

અધધ.. રૂ. 4 લાખ પ્રતિ કિલો વહેંચાય છે આ વિશ્વનો સૌથી મોંઘો મસાલો, બિહારના ખેડૂતો કરે છે ખેતી

Breaking News: ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

ઘણા વોપારીઓ પાસેથી GST ઓફિસર નામ ધારણ કરી વેપારી પાસેથી પૈસા પડાવવા અંગેના ગુન્હા આચરતો હતો. ત્યારે પોલીસને આ આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે.


Share this Article