સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક કપલમા લગ્ન બાદ નાના-મોટા ઝધડાઓ સતત ચાલુ રહેતા હતા. સામાન્ય વાતોમાથી થતા આ વિવાદને લીધે પતિ કંટાળ્યો હતો. તેણે પત્ની સાથે આનો બદલો લેવાનુ વિચાર્યુ. આ માટે તેઓ બર્થડે સેલિબ્રેશનના બહાને ફરવા સાપુતારા ગયા. આ બાદ તે પોતાની પત્નીને હોટલમાં એકલી મૂકીને ત્યાથી ફરાર થઈ ગયો.
પત્નીને હોટલમાં એકલી મૂકી પતિ ફરાર
માત્ર આટલુ જ નહી પતિએ પત્ની પાસે મદદ રહે તેવો એક પણ વિકલ્પ ન છોડ્યો. તે પત્નીનો મોબાઈલ અને બીજા જરુરી કાગળિયા સાથે લઈને ગાયબ થઈ ગયો. આ બાદ જ્યારે પત્નીને આ વાતની જાણ થઈ ત્યારે તેણે ચીસાચીસ કરી. ઈન્ટરકોમ દ્વારા હોટલના રિસેપ્શન કાઉન્ટર પર વાત કરી.
પત્નીનો મોબાઈલ અને પર્સ પણ સાથે લઈ ગયો
આ પછી તરત જ હોટલ સ્ટાફે તેના રૂમનો દરવાજો ખોલાવ્યો હતો. પતિ હોટલનુ પેમેંટ કર્યા વગર જ ફરાર થઈ ગયો હતો તેથી હવે મહિલા જબરી ફસાઈ હતી. બીજી તરફ તેની પાસે મોબાઈલ કે પર્સ ન હતા જેથી પેમેંટ કઈ રીતે કરવુ તે સૌથી મોટી મુશ્કેલી હતી.
જો કે, મહિલાએ સંબંધીઓ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરાવીને ત્યાથી સુરત જવા રવાના થઈ. સુરત જઈને પત્નીને રાંદેર પોલીસ સ્ટેશન પહોંચી અને તરત જ પતિ અને સસરાં વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી દીધી. હવે પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી છે.