આખા દેશમાં હાલમાં પઠાણ ફિલ્મને લઈ મોટો હોબાળો મચી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હિન્દુ સંગઠનો સાહિત્યકારો સંતો મંહાંતો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં પણ આગ લાગી છે અને રાજભા ગઢવીએ પણ ફિલ્મ રીલિઝ ન થવા અંગે વાત કરી છે. ત્યારે હવે પઠાણ ફિલ્મને લઇ કચ્છના યોગી દેવનાથ બાપુએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે શાહરૂખ ખાન પાકિસ્તાન પ્રેમી છે. વિરોધ કરતા જણાવ્યું કે દિપીકા પદુકોણ વિરુદ્ધ પણ ધગધગતા આરોપ લગાવ્યા હતા. વધુમાં તેમણે હુંકાર કરતા કહ્યું કે હિન્દુ સંસ્ક્રુતિને બદનામ નહીં થવા દઈએ અને ફિલ્મને દેશમા ક્યાંય રિલીઝ થવા નહીં દઈએ.
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના ગીત ‘બેસરમ રંગ’ને લઈને વિવાદ થયો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા ઉદિત રાજે શાહરૂખની ફિલ્મનો બચાવ કરતા નારીવાદીઓને ભગવા રંગની બિકીની અને બ્રા પહેરવાની વાહિયાત સંકેત આપ્યો છે. જે બાદ સોશિયલ મીડિયા યુઝર્સે ઉદિત રાજ પર તેની ગંદી માનસિકતા માટે પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતા ઉદિત રાજ જેઓ પોતાના વિચિત્ર નિવેદનોને કારણે વારંવાર વિવાદોમાં રહે છે.
તેમણે તેમના ટ્વીટમાં લખ્યું, ‘નારીવાદીઓને મારી સલાહ છે કે ભગવા રંગની બિકીની અને બ્રા વગેરે પહેરીને આ ભક્તોને જવાબ આપો.’ કોંગ્રેસ નેતાના આ ટ્વીટ પર મહિલાઓ મોટે ભાગે તેમને ઠપકો આપી રહી છે.