ગુજરાતમાં હવે શિયાળાએ વિદાય લીધી છે અને આકરા ઉનાળાની શરુઆત થઈ ચૂકી છે. રાજ્યમાં અત્યારથી જ સખત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને મહત્તમ પારો 38 ડીગ્રી સુધી નોંધાય રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે જે બાદ ખેડૂતો ચિંતામા મૂકાયા છે.
ગાજવીજ સાથે વાવાઝોડાની શકયતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2થી 3 ડીગ્રી તાપમાનમા વધારો થશે અને આવતા 48 કલાક સુધી આ તાપમાન યથાવત રહેશે. આ બાદ ચાર માર્ચથી વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ સાથે વાવાઝોડુ આવે તેની શકયતા છે.
બાગાયતી પાક કરતા ખેડૂતોની મુશ્કેલી વધી
ઉનાળાની શરૂઆત સાથે કમોસમી વરસાદની આ આગાહી બાદ ખેડૂતો ચિંતામા મૂકાયા છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજ્બ 4 માર્ચના દાહોદ , વડોદરા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ અને કચ્છમાં વીજળી સાથે વરસાદ ખાબકી શકે છે. આ બાદ 5 માર્ચ દિવસે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી,ભાવનગર અને કચ્છના વાતાવરણમાં પલટો આવશે અને માવઠું થઈ શકે છે.
આવતા 7 મહિના આ 5 રાશિઓના લોકોને બખ્ખાં જ બખ્ખાં, પૈસાની ભૂખ હોય તો ચિંતા ન કરો, શનિ ધનવાન બનાવી દેશે
તમે પણ હથેળી પર ચેક કરી લો, જો વિષ્ણુ રેખા હશે તો સમજો બેડો પાર, એટલા પૈસા આવશે કે જમાનો સલામ કરશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 6 માર્ચના રોજ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર વરસાદની સંભાવના છે. આ અગાહી બાદ ખાસ કરીને બાગાયતી પાક કરતા ખેડૂતોની મુસ્કેલી વધી છે. જો થંડર સ્ટ્રોમ સાથે વરસાદ આવે તો પવનની તેજ ગતીને કારણે કેરીનો પાક ખરી પડે છે અને ખેડૂતોને મોટુ નુકશાન થઈ શકે છે.