અંબાલાલે ખેડૂતોની રાહ પુરી કરી, ગુજરાતમાં આટલા જિલ્લામાં આજે મેઘો બેટિંગ કરશે, જાણો આનંદ આપનારી આગાહી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Rain Forecast in Gujarat : ગુજરાતમાં (gujrat) ઘણા લાંબા સમયથી મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. જુલાઈમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ સમગ્ર ઓગસ્ટ મહિનો કોરે-કોરો નીકળી ગયો, હવે સપ્ટેમ્બરમાં (September) ખેડૂતો સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

7થી 9 સપ્ટેમ્બર દરમિયાન વધશે વરસાદનું જોર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. આ અઠવાડિયે દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે, તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં 7થી 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર વધશે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, ભાવનગર, અમરેલી, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે 

આપને જણાવી દઈએ કે, સપ્ટેમ્બરમાં કેટલાક હવામાન નિષ્ણાંતો દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે, ગુજરાતમાં વરસાદી સિસ્ટમ 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

દેશનું એકમાત્ર અનોખું ગણેશ મંદિર, 2 પત્નીઓ અને 2 બાળકો સાથે બિરાજમાન છે ગણપતિજી, આખું વિશ્વ દર્શને આવે

આ કૃષ્ણ મંદિરમાં દિવસમાં 10 વખત અન્નકૂટ ધરવામાં આવે, ન ધરો તો મુર્તિ દુબળી થઈ જાય, ભગવાન પોતે ખાય!

આટલી રાશિના લોકો અત્યારથી જ તિજોરીમાં જગ્યા ખાલી કરી દેજો, આજથી ગુરૂ ગ્રહ અપાર ધનની વર્ષા કરશે

 

આ રાજ્યોમાં પડશે વરસાદ!

તેઓએ જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે.


Share this Article