Gujarat News: શિયાળામાં બરફ કે ઝાકળ વરસે તો લોકોને સારું લાગે. પરંતુ ઠંડીની આગાહીની બદલે કમોસમી વરસાદની આગાહી થતાં ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નબળા વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં પણ મોટી માત્રામાં વધ-ઘટ થઇ રહી છે. ડિસેમ્બરમાં તાપમાન સામાન્ય કરતા ઉંચુ નોંધાયું હતું. પરંતુ હવે ઠંડીમાં ઘટાડો થશે અને કમોસમી વરસાદ થશે.
કદાચ બીજા લોકોને માવઠાંથી ફરક નહીં પડતો હોય, પરંતુ ખેડૂતોને કમોસમી વરસાદ થાય તો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. આમ તો રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે લઘુતમ તાપમાનમાં કોઈ ફેરાફર થયો નથી એ સારી વાત છે. તેમ છતા પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે.
હવે હવામાન વિભાગે આગામી દિવસો માટે કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ વાતાવરણ સુંકૂ રહેશે. આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે. બે દિવસ બાદ મહત્તમ તાપમનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે. પરંતુ 8થી 10 જાન્યુઆરીના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. વાદળછાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
અયોધ્યા રામ મંદિરમાં પ્રવેશ માટે ખાસ નિયમો, આ 10 વસ્તુઓ અંદર લઈ જઈ ઉપર પ્રતિબંધ, જાણો સમગ્ર વિગત
જિલ્લા પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે 8 જાન્યુઆરીના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો વળી 9 જાન્યુઆરીએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, રાજકોટ, અમરેલી, જુનાગઢમાં વરસાદી ઝાપટા પડી શકે છે. 10 જાન્યુઆરીના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં મેઘો ખાબકવાની આગાહી કરવામાં આવી છે.