Gujarat Weather: હવામાન વિભાગે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવો વરસાદ ખાબકશે. આ સાથે 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદ પડશે.
હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 13થી 16 એપ્રિલ દરમ્યાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ગીર-સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.
હવે આઈસ્ક્રીમ, કેક અને ચોકલેટના ભાવમાં પણ આવશે તોતિંગ વધારો, જાણો કેટલા પૈસા વધારે ખર્ચવા પડશે
સોનું 1,397 રૂપિયાના ઉછાળા સાથે નવી ટોચે પહોંચ્યું, જ્વેલરી ખરીદનારાને જોઈને જ સંતોષ માનવો પડશે
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આ રીતે ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા ખેડૂતો પણ ચિંતિંત થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે વરસાદને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.