Ahmedabad: આવતીકાલે મેટ્રો સેવાઓ રહેશે બંધ, લોકોએ અન્ય સુવિધાઓનો કરવો ઉપયોગ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

હાલમાં, અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6:20 કલાકથી રાત્રે 10 કલાક સુધી કાર્યરત છે. આવનારા દિવસોમાં કાંકરીયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન ટુંક સમયમાં ચાલુ કરવાનું હોવાથી તા. 13 ડિસેમ્બર, 2023ના રોજ મેટ્રો રેલ સુરક્ષા કમિશનર ઈસ્ટ-વેસ્ટ કોરિડોર એટલે કે વસ્ત્રાલ ગામથી થલતેજનું નિરીક્ષણ કરાશે.

જાણો ક્યાં સમયે રહેશે સ્થગિત?

મેટ્રો રેલ સુરક્ષા કમિશનરનાં નિરીક્ષણ માટે તા. 13 ડિસેમ્બર 2023ના રોજ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર અટલે કે વસ્ત્રાલ ગામથી થલતેજ મેટ્રો ટ્રેન સેવાઓ બપોરે 02:00 કલાકથી સાંજે 05:00 કલાક દરમિયાન સ્થગિત રહેશે. માત્ર ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં બંને ટર્મિનલ સ્ટેશન વસ્ત્રાલ ગામ અને થલતેજથી છેલ્લી મેટ્રો ટ્રેન પ્રસ્થાનનો સમય બપોરે 01:00 કલાકનો રહેશે. સાંજે 05:00 કલાકથી મેટ્રો ટ્રેન સેવાઓ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં હાલના સમયપત્રક મુજબ ઉપલબ્ધ થશે.

Rajasthan CM Update: દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને ભાજપે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ તરીકે કર્યા જાહેર

કોણ છે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા? રાજનાથ સિંહની મોટી જાહેરાત..

Rajasthan CM Update: ભજનલાલ શર્મા હશે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી

નોર્થ-સાઉથ કોરિડોર એ.પી.એમ.સી.થી મોટેરા સ્ટેડિયમ પર ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ આખો દિવસ ચાલુ રહેશે.


Share this Article