મંત્રી ભાનુબેન બાબરીયાની અનોખી સંવેદના, સુશાસનનું 1 વર્ષ પૂર્ણ થતા નાના બાળકો સાથે કરી ઉજવણી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gandhinagar News: સુશાસનનું 1 વર્ષ પૂર્ણ થતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ અનોખી રીતે ઉજવણી કરી હતી. મંત્રીએ સમાજ સુરક્ષા વિભાગ હેઠળના ગાંધીનગર ખાતેના શીશુગૃહ તથા ચિલ્ડ્રન્સ હોમ ફોર બોયસના બાળકો સાથે વાત્સલ્યપૂર્ણ અને આનંદસભર સમય પસાર કર્યો હતો. આ તમામ બાળકો સાથે મંત્રીએ ભોજન પણ લીધુ હતું.

આ વેળાએ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને તેમણે કંડારેલી વિકાસની કેડી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સમગ્ર ટીમને એક વર્ષ પુર્ણ થયું છે. ગુજરાત રાજ્યની અવિરત વિકાસ યાત્રાને નવી ઊંચાઈ ઉપર લઈ જવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.

ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”

અ’વાદના ચાંદલોડિયામાં રોડ કપાતની કામગીરીમાં બેધારી નીતિ: કોર્પરેટરને પૈસા આપો તો પ્રોપર્ટી બચી જાય, ન આપો તો કપાઈ જાય!! 

અંબાલાલ પટેલની કરોડો ગુજરાતીઓ માટે ઘાતક આગાહી, આજથી 4 દિવસ કમોસમી વરસાદ આટલા જિલ્લાને ઘમરોળશે!!

ભાનુબેન બાબરીયાએ ઉમેર્યું હતુ કે, ગુજરાત સરકાર એક બાદ એક પ્રજાલક્ષી નિર્ણયો લઈ નિરંતર વિકાસપથ પર આગળ વધી રહી છે. ટીમ ગુજરાત તરીકે ભૂપેન્દ્ર પટેલની સરકારે નાગરિકોમાં અલગ છાપ ઊભી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર અને વિકસિત ભારતના નારાને સાર્થક કરવા ભૂપેન્દ્ર પટેલની સરકાર ખભાથી ખભો મિલાવીને કામ કરી રહી છે અને જન જન સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડીને સુશાસનના મંત્રને સાકાર કરી રહી છે.


Share this Article