બરોડા ડેરીને લઈને હાલમા મોટો વિવાદ સર્જાયો છે. ડેરીના વહીવટમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હવે આ મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે હવે મેદાને આવ્યા છે. તેમનુ કહેવુ છે કે ડેરીમાં સગાઓને નોકરી આપવામા આવી રહી છે. હવે બરોડા ડેરી મામલે રાજ્યનુ રાજકારણ ગરમાયુ છે. આ વચ્ચે ડેરીના નિયામક મંડળની પ્રેસ કોન્ફરન્સ બાદ MLA કેતન ઈનામદારે કહ્યુ છે કે ડેરીના નિયામક મંડળના જવાબથી હું સંતુષ્ટ નથી. બરોડા ડેરીમાં લાયકાતના ધોરણે નોકરી અપાઈ નથી.
ડેરીમાં સગાઓને નોકરી આપવામા આવી રહી છે
આ સાથે તેમણે આક્ષેપ કર્યા છે કે ડેરીના નિયામક મંડળના સગાઓ નોકરી પર કેવી રીતે આવ્યા તેનો જવાબ આપવામા આવે. પશુપાલકોના હિતમાં જરૂર પડશે તો સરકારમાં રજૂઆત કરીશ અને સરકાર પોઝિટિવ વિચારશે. આ સમગ્ર મામલે સહકારી મંડળીના જિલ્લા રજિસ્ટ્રાર યોગ્ય તપાસ કરી રહ્યા નથી. હું સરકાર સમક્ષ ફરીથી તપાસ માંગીશ.
પૃથ્વી પર પહેલી દુલ્હન કોણ હતી, લગ્નની પરંપરા કેવી રીતે શરૂ થઈ? કોણે નિમયો બનાવ્યા, જાણો દરેક જવાબ
આ સાથે તેમણે સ્પષ્ટ જણાવ્યુ છે કે ડેરી સામે સોમવારથી હું અને પશુપાલકો ધરણાં અને ઉપવાસ પર બેસીશું. આ અગાઉ પણ તેઓ કુલ 19 મુદ્દાને લઈને લેખિત પોતાના લેટરપેડ ઉપર નામ જોગ રજૂઆત કરી ચૂક્યા છે પણ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કે તપાસ હાથ ધરવામા આવી નથી.