મોરારી બાપુ હવે આકરા પાણીએ, કોઈ સંપ્રદાયનું નામ લીધા વગર જ એવો ટોણો માર્યો કે સોંસરવો દિલની આરપાર ખૂંચશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : સંપ્રદાય અને સનાતન ( Sampradaya and Sanatana) વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોચ્યો હોય તેવું ચોક્કસ પણે લાગી રહ્યું છે. સ્વામી બ્રહ્મ સ્વરૂપે (Svāmī brahma svarūpa) ખોડિયાર માતાજીને લઈ બફાટ કરતા વિવાદ વધુ વેગવતું બન્યો છે. જે નિવેદનથી વિવિધ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજભા ગઢવી, માયાભાઈ આહીર (Mayabhai Ahir) અને દેવાયત ખવડે (Devayat Khawde) પણ પોતાનો આક્રોશ ઢાલવ્યો છે. આ બધાની વચ્ચે મોરારી બાપુનું વધુ એક નિવેદન સામે આવ્યું છે.

મોરારી બાપુનું નિવેદન

સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વગર મોરારી બાપુએ આકરા પ્રહાર કર્યા છે.  મોરારી બાપુએ કહ્યું કે, અમુક લોકોને મે રામ મંદિરમાં દર્શન કરતા જોયા નથી. સૌરાષ્ટ્રમાં ઓટલો અને રોટલો આપનાર અત્યારે રામ મંદિરથી દૂર છે. વધુમાં કહ્યું કે, રામાનંદી વ્યવસ્થાએ જ લોકોને મંદિરમાં ઓટલો-રોટલો આપ્યો હતો. તેમણે કહ્યું કે, આપણા અંદરના કેટલાક તત્વો એવા છે જે દેખાતા નથી પરંતુ તેમનો ઈરાદો ખરાબ છે, રામ-કૃષ્ણ કોઈ નથી ફક્ત અમે છીએ, અરે કાલ સવારના છોકરાઓ.

 

દેવાયત ખવડની પ્રતિક્રિયા

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદિત નિવેદનો અને હરતકોને લઈ રાજભા અને માયાભાઇ બાદ દેવાયત ખવડની પ્રતિક્રિયા સામે આવી છે. હનુમાનજીના વિવાદિત ચિત્રને લઇને ખવડે કહ્યું કે, હનુમાન 11મો રુદ્ર છે તે કોઇ સામે નહીં, આપણી એકતા ન હોવાથી અંગ્રેજોએ રાજ કર્યુ અને હવે બધાએ એક થવાની જરૂર છે. દેવાયત ખવડએ જણાવ્યું કે, હનુમાન ખહુરિયાઓને ન નમે, બેટા કોઇ દિવસ બાપ ન થાય. શિવ-રામ અને કૃષ્ણથી મોટો કોણ હોય.

 

રાજભા ગઢવીનું નિવેદન

સ્વામી બ્રહ્મસ્વરૂપના ખોડિયાર માતાજીના વિવાદિત નિવેદન બાદ રાજભા ગઢવીનું નિવેદન સામે આવ્યું છે.  રાજભા ગઢવી લોક ડાયરામાં સનાતનીઓને જાગવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, કુળદેવી, સુરાપુરા અને ઇષ્ટદેવથી દૂર કરવાની વાત કરનારની બોચી પકડો. હવે આપણે આ તૈયારી કરવી પડશે, ક્યા સુધી આપણે સહન કરીશુ. વધુમાં રાજભાએ કહ્યું કે, માતાજીએ રાક્ષસોને હણ્યા છે હવે તમારો વારો છે ખોડિયાર માતા વિશે બોલનારાઓને અને કુળદેવીથી દૂર કરનારાઓને માતાજી નાશ કરશે.

મણિધર બાપુએ શુ કહ્યું ?

ખોડિયાર માતાજી પરના નિવેદન મામલે કબરાઉ મોગલ ધામના મણિધર બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણના સંતો હદ વટાવી રહ્યા છે. સ્વામિનારાયણના સંતો રાક્ષસ જેવા છે. માતા ખોડિયારનું અપમાન એ અઢારે વરણનું અપમાન છે. ઝેર ઓકતા સંતો સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.

‘સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય’

જે વાયરલ વીડિયોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જણાવી રહ્યાં છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું.

RBI ખીજાઈ ગઈ અને બધી બેન્કને કડક આદેશ આપી દીધો, એક દિવસના 5000 રૂપિયા ચાર્જ, હોમ લોન લેનારા વાંચી લેજો

લગ્ન પ્રસંગ આવતા જ મોજ પડે એવા સમાચાર, સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો, ફટાફટ જાણી લો નવા ભાવ

મૂર્તિઓ, સ્તંભો, પથ્થરો… અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે 50 ફૂટ ખોદકામમાં પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા..

 

બ્રહ્મસ્વરૂપ સ્વામીએ શુ કહ્યું ?

બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે, બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે, ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.


Share this Article