સ્વામિનારાયણના સંતો અને સનાતન ધર્મના સાધુ-મહંતો વચ્ચે 3 કલાકની બેઠક બાદ ખાલી આવો જ નિર્ણય??

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

 

Salangpur Temple Controversy :  સાળંગપુર હનુમાનજી મંદિરમાં (salangpur hanuman temple) ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.તેમજ ભીંતોચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી છે. તો બીજી તરફ આજે સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી. સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં સ્વામિનારાયણ સંતોએ 3 કલાક બેઠક યોજી છે, જે બાદ મહત્વની બાબતો સામે આવી છે.

 

નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે:

ડો. વલ્લભદાસજી સ્વામી સાળંગપુર વિવાદ અંગે ત્રણ કલાકની બેઠક બાદ વડતાલના સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ યોજી હતી, તેમણે કહ્યું કે, એક સમિતિની રચના કરવામાં આવી છે, સમિતિ દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે.

 

 

‘સમિતિ ચર્ચા વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે’

ડૉ. સંત વલ્લભદાસજીએ કહ્યું કે, સમસ્ત સ્વામિનારાયણ સપ્રદાયના સંતો સનાતન પરંપરાનો એક ભાગ છે, આજે આ વિવાદનો સુખદ ઉકેલ આવે તેવો સૌ સંતોએ એક સૂરમાં કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ, રાજકીય આગેવાનો અને સંતો- સત્સંગના અગ્રણીઓ સાથે આજે અમૌએ સંત સમિતિની નિમણૂક કરી છે. તે સમિતિ ચર્ચા વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે. આપણા સનાધન હિન્દુ ધર્મના હિતનો નિર્ણય લેશે, સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી દેવના ચરણોમાં અમને દ્રઢ વિશ્વાસ છે.

 

BIG Breaking : સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો 2 દિવસમાં હટાવી લેવાશે, વિવાદનો અંત આવ્યો!

અંબાલાલ પટેલે નવી આગાહી કરતાં જ આખું ગુજરાત મોજમાં, કાલથી રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી દેશે

લ્યો ભોગવો હવે, ઇન્સ્ટાગ્રામ-ફેસબુક વાપરવાના પૈસા લાગશે, મજબૂરીમાં લેવાયો નિર્ણય, તારીખ અને કિંમત જાણી લો

 

સાળંગપુરમાં સ્વામીનારાયણ સંતોની બેઠક

આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો હાજર રહ્યાં હતા. જેમાં વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો ઉપસ્થિત રહ્યાં છે. સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતા, તેમજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. મહત્વનું છે કે, આ બેઠકમાં આર.એસ.એસના આગેવાનો એ પણ ખાસ હાજરી આપી હતી.

 

 


Share this Article