ભવર મીણા ( માઉન્ટ આબુ ): પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુ અઠવાડિયામાં બીજી વખત થીજી ગયું હતું. જોકે ગાત્રો થીજાવતી ઠંડી વચ્ચે પર્યટકો ઠુઠવાઈ ગયા હતા તો બીજી બાજુ બાગ બગીચા સહિત મેદાનો બરફની સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.
કુલ્લુ મનાલી અને કાશ્મીર જેવો માહોલ જોવા માટે ગુજરાતના લોકોને દુર જવાની જરૂર નથી. માત્ર ને માત્ર અમદાવાદથી 250 કિલ્લો મીટર દૂર અને ગુજરાતના લોકોની પહેલી પસંદ ગણાતા માઉન્ટ આબુમાં ગિરિ મથક પણ જોવા મળશે. માઉન્ટ આબુમાં પખવાડિયાથી લઘુત્તમ તાપમાન જીરો ડિગ્રી કે તેથી નીચું નોંધાઈ રહ્યું હોવાથી સર્વત્ર બરફની સફેદ ચાદર જોવા મળી રહી છે.
ગુજરાત રાજ્યને અડીને આવેલા રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા પખવાડિયાથી જીરો કે તેથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું હોવાથી ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો સહિત બાગ બગીચામાં બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે.
તો બીજી બાજુ સ્થાનિક લોકો અને પર્યટકો કુદરતી સૌંદર્ય વચ્ચે કુલ્લુ મનાલી જેવા માહોલની મજા માણી રહ્યા છે. જોકે માઉન્ટ આબુની નજીક બનાસકાંઠા જિલ્લો આવતો હોવાથી તેની અસર બનાસકાંઠા જિલ્લાના લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ડિસેમ્બરના છેલ્લા દિવસથી સતત પડી રહેલી હાડ થીજાવતી ઠંડીને લઈ લોકો ઠંડીથી રક્ષણ મેળવવા તાપણા તેમજ ગરમ વસ્ત્રોનો આશરો લેવા મજબૂર બન્યા છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2024: ટુ- વ્હીલરથી ટ્રેક્ટર સુધી ઇ-વાહનો વિશાળ શ્રેણી પ્રદર્શિત
અમદાવાદથી પ્રથમ ફ્લાઈટ પહોંચી અયોધ્યા, રામ, સીતા અને લક્ષ્મણના પોશાક પહેરેલા મુસાફરોનું અયોધ્યામાં કરાયું સ્વાગત
માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન છેલ્લા અઠવાડિયાના સમય ગાળા દરમિયાન બીજી વખત માઈનસ ત્રણ ડિગ્રી નોંધાયું હતું. જો કે આટલી ઠંડી હોવા છતાં પણ લોકોનો ધસારો એવો જ છે અને હોટેલમાં પણ મોટેભાગે હાઉસફુલ જોવા મળી રહી છે.