ભવર મીણા (માઉન્ટ આબુ): હિન્દૂ શાસ્ત્ર મુજબ લોકો પોતાના પિતૃઓ ની અસ્થિઓ નું વિસર્જન હરિદ્વાર તેમજ અજમેર ના પુસ્કર માં વિસર્જન કરે છે પરંતુ કેટલીક સમાજ ના લોકો આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમજ વર્ષો થી ચાલી આવતી પરંપરા મુજબ નજીક ના જેતે ધાર્મિક સ્થળે અસ્થિ વિસર્જન કરતા હોય છે. તે મુજબ વનવાસી સમાજ ના લોકો વડાઉ ના બતાવેલા રસ્તાઓ પર ચાલી આવતી પરંપરાગત માઉન્ટ આબુ ના નક્કી તળાવ માં અસ્થિ વિસર્જન માટે જાય છે જેમાં બુદ્ધ પૂર્ણિમા નો દિવસ મહત્વ નો માનવા માં આવે છે.
વૈશાખ માસ ની પૂર્ણિમા નો શાસ્ત્રો મુજબ અનેરું મહત્વ માનવા માં આવે છે આ દિવસે અબોલ જીવો ને યથાશક્તિ પ્રમાણે ખોરાખ આપવા માં આવે તો પુણ્ય પ્રાપ્ત થાય છે.તેજ રીતે રાજસ્થાન ગુજરાત માં વસવાટ કરતા આદિવાસી સમાજ ના લોકો બુદ્ધ પૂર્ણિમા ના દિવસે ઘર માં દેવલોક થયેલા લોકો ની અસ્થિ વિસર્જન કરી તેઓ ની આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરે છે.
સોમવારે બુદ્ધ પૂર્ણિમા હોવાથી ગુજરાત રાજસ્થાન માં વસવાટ કરતા આદિવાસી સમાજ ના લોકો ઢોલ નગડા સાથે ગળા માં સમાજ ના રિવાજ મુજબ માળા પહેરી પોતા ના પિતૃ ઓ ની અસ્થિ વિસર્જન માટે માઉન્ટ આબુ ના નખી લેખ ખાતે પહોંચી ગયા હતા જેના લીધે માઉન્ટ આબુ નું નખ્ખી લેખ આદિવાસી સમાજ ના લોકો થી ઉભરાઈ ગયું હતું.