જેમ જેમ ગુજરાતમા ચૂંટણીનો સમય આવી રહ્યો છે તેમ દરેક પાર્ટી એડીચોટીનુ જોર લગાવી રહી છે. આ વચ્ચે ટિકિટને લઈને પણ દાવપેચ સામે આવી રહ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ શરૂ થઈ ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવેલ આ કિસ્સો કોંગ્રેસમા પરિવારવાદ ચાલી રહ્યો છે તેનુ ઉદાહરણ બન્યો છે. છોટાઉદેપુરના નારણ રાઠવા અને અન્ય 3 નેતાઓએ પોતાના પુત્ર માટે ટિકિટની માંગ કરી હોવાની વાત સામે આવી છે.
નારણ રાઠવાએ કહ્યુ છે કે હુ નિવૃતિ જાહેર કરું છું, માટે મારા પુત્રને ટિકિટ આપવામાં આવે, મોહનસિંહ રાઠવા માટે અમે બે વખત બેઠક ખાલી કરી છે. છોટા ઉદેપુરમાં ટિકિટ મારા પુત્રને મળવી જોઇએ. મળતી માહિતી મુજબ હાલ આ બેઠક મોહન રાઠવા ધારાસભ્ય છે અને હવે જ્યારે મોહન રાઠવાની ઉંમર થઈ ગઈ છે ત્યારે નારણ રાઠવાએ પોતાના દીકરાને મેદાને ઉતારવાનો રાગ આલોપ્યો છે.
છોટા ઉદેપુર જિલ્લાની રાજકીય સ્થિતિ અંગે વાત કરીએ તો છોટા ઉદેપુર જિલ્લામાં હાલ કોંગ્રેસનો દબદબો છે જેનુ કારણ નારણ રાઠવા, સુખરામ રાઠવા, મોહન રાઠવા છે. અહીની પાવી જેતપુર-છોટા ઉદેપુર બેઠક બે વચ્ચે વહેચાયેલી છે અને હવે આ પર ત્રણ મોટા નેતા પોતાના દિકરા માટે ટિકિટ માંગી રહ્યા છે. નારણ રાઠવા રાજ્યસભાના સાંસદ છે અને પુત્ર સંગ્રામ રાઠવા માટે છોટા ઉદેપુરની ટીકિટ માંગી છે જ્યારે મોહન રાઠવા ધારાસભ્ય છે. આ સિવાય સુખરામ રાઠવા ધારાસભ્ય છે.