Gujarat News: કાજલ હિન્દુસ્તાનીનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાજલ કહે છે કે મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલી રહે છે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે.
16-17 વર્ષની આ બધી છોકરીઓ બોયફ્રેન્ડની અદલા બદલી કરી રહી છે. જે બાદ આ વીડિયોએ ધૂમ મચાવી અને હવે પટેલ સમાજમાં આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નરેશ પટેલે પણ આ બાબતે પ્રતિક્રિયા આપી છે. ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે કાજલ હિન્દુસ્તાની વિશે વાત કરી કે એ અંગત પર્સનલ વિવાદ ખોટો છે. સમાજ માટે આવી વાત કહેવી તે ખોટી કહવાય.
આ નિવેદનને હું સખત રીતે વખોડી કાઢું છું. આવી વાત કોઈએ ન કહેવી જોઈએ. આ તો એક સમાજની વાત કરી, પરંતુ કોઈ પણ સમાજની દીકરીઓ વિશે આવુ જાહેરમાં ન બોલવું જોઈએ. આ તો પટેલ સમાજની વાત કરી, પરંતુ કોઈ પણ સમાજની દીકરીઓનું આવું અપમાન ન કરવું જઈએ. કંઈ હોય તો ખાનગીમાં જઈને આ બાબતે સોલ્વ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ન કે તેને જાહેરમાં આ રીતે અપમાનજનક શબ્દોમાં વાત કરવી જોઈએ.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની પર પાટીદાર સમાજે બાંયો ચઢાવી છે. કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર યુવતીઓ વિશે કરેલ ટિપ્પણી પર પાટીદાર નેતાઓ પણ પોતાનું નિવેદન આપી રહ્યા છે અને આખા ગુજરાતમાં વિરોધના સૂર ઉઠ્યાં છે.