ગુજરાતીઓ જબરા કાંડ કરે, સુરતમાં યુવકે યુવતીને ફસાવવા એવું મગજ દોડાવ્યું કે પોલીસ વિચારતી રહી, ગંદા વીડિયો મોકલી…

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : સુરતના ઉમરપાડા (umarpada) તાલુકમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉમરપાડા તાલુકામાં રહેતી એક યુવતીને બદનામ કરવાના ઈરાદે એક યુવક યુટ્યુબમાંથી ખરાબ વિડીયો (Bad videos from youtube) ડાઉનલોડ કરી યુવતીને હેરાન કરતો હતો. સોશિયલ મીડિયામાં (Social media) વિડીયો વાઈરલ કરનાર યુવકને પોલીસે પકડી પડ્યો છે, અને તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકામાં વાડીમાં રહેતી એક યુવતીને બદનામ કરવા માટે ગામના જ એક યુવકે આવું શેતાની મગજ દોડાવ્યું હતું. વાડીમાં રહેતો શેતાન નરેશ ઈશ્વરભાઈ વસાવા ગામની જ એક યુવતીને હેરાન કરી રહ્યો હતો, અને આ યુવતીને સમાજમાં અને ગામમાં બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાંથી ખરાબ વિડિયો ડાઉનલોડ કરી સોશિયલ મીડિયા પર મુકતો હતો.  બાદમાં વોટ્સએપ સહિતની દરેક એપમાં આ બીભત્સ વિડિયો ગામની યુવતીના છે તેવું જણાવી વિડીયો વાયરલ કર્યો હતો.

જોત જોતામાં આ વીડિયો તે યુવતી અને તેના પરિવાર સુધી પહોંચી જતા બધા ચિંતિત થઇ ગયા હતા. આ યુવકે  કરેલી હરકતથી તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, અને તેઓ ચિંતામાં મુકાઇ ગયા હતા. ત્યારબાદ તેઓએ તુરત ઉમરપાડા પોલીસ મથકે જઈને આ યુવક વિરુદ્ધ કેસ નોધાવ્યો હતો.

BREAKING: AAP સાંસદ સંજય સિંહની ધરપકડ, દારૂ કૌભાંડમાં પૂછપરછ બાદ EDએ કરી આકરી કાર્યવાહી

VIDEO: ઋષભ પંત રસ્તા પર બકરીઓ ચરાવતો જોવા મળ્યો, અચાનક ટીમ ઈન્ડિયાની બસ આવી અને ગિલ-ઈશાને પૂછ્યું કે….

11 ગુંબજ, 324 થાંભલા… નડિયાદમાં બનશે ગુજરાતનું સૌથી મોટું અક્ષરધામ મંદિર, જાણો શું હશે બીજું ખાસ?

 

 

આ ફરિયાદ પોલીસે ગંભીરતાથી લઈને આરોપીને પકડી લેવાની શોધખોળ હાથ ઘરી હતો. થોડા જ દિવસોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી, ane આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીને બદનામ કરવા વાડા યુવક ઇસમ પર કડક કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે.


Share this Article