ચારેકોર સાળંગપુર વિવાદ વચ્ચે સ્વામી નારાયણ સંત નૌતમ સ્વામીનું નિવેદન, કહ્યું- ‘સ્વામિનારાયણ ભગવાન છે અને હનુમાનજી….

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News :સાળંગપુરમાં હનુમાનજીનાં વિવાદિત ચિત્ર મુદ્દે સ્વામીનારાયણ સંપ્રદાયનાં નૌતમ સ્વામીની (Nautam Swami) પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં નૌતમ સ્વામીએ (Nautam Swami) જણાવ્યું છે કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજને વડતાલ સંસ્થા દ્વારા જે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે.  મોટી મૂર્તિ હનુમાનજીની ત્યાં સ્થાપવામાં આવી છે. તેમજ સંપ્રદાયનાં સ્વામિનારાયણ ભગવાનનાં એશ્વર્યને પણ ત્યાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે.  સ્વામીનારાયણ ભગવાન છે, ત્યારે આ બાબતે કોઈએ વ્યક્તિગત ચર્ચાઓ કરવી હોય તો પણ કરી શકે છે.  આપણા સંપ્રદાયમાં ક્યારેય કોઈ ભગવાન અને ભગવાનનાં અવતારો એનું ક્યારેય કોઈ દિવસ અપમાન કરવાનો પણ હેતુ હોતો નથી છે નહી અને હતો પણ નહી.

સ્વામીનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છેઃનૌતમ સ્વામી

સ્વામિનારાયણ ભગવાન છે અને તેમનાં કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે.  ભગવાનનાં જેટલા પણ અવતારો થયા ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણનારાયણ, સ્વામીનારાયણ ભગવાન છે.  સ્વામિનારાયણ ભગવાનની પણ હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. એ આખો સ્વામીનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે, કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આનાં સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે.  સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયનાં કોઈ વ્યક્તિએ જરૂર નથી.

ભગવાનની વાતને જો કોઈ પણ ટાળવાનો પ્રયત્ન કરતો હોય તો એ વ્યાજબી નથીઃ નૌતમ સ્વામી

ક્યારેય કોઈ દેવી દેવતાઓનું અપમાન સંતો કરતા હોય તો તે ઝરા પણ ગ્રાહ્ય નથી. પણ એની સાથે સાથે સ્વામિનારાયણએ ભગવાન છે. અને ભગવાનની વાતને જો કોઈ પણ ટાળવાનો પ્રયત્ન કરતો હોય તો એ વ્યાજબી નથી. તેમજ માફ કરવા માટે પણ યોગ્ય નથી. હું સ્વામીનારાયણ ભગવાનને પ્રાર્થનાં કરૂ છું,  આપણા સૌ સમાજનાં સત્સંગીઓએ આ બાબતની અંદર નીડર રહેવું. ક્યારેય પણ કોઈ પાજી પાલવની છાયામાં દબાવવું નહી, કોઈ પણ વાત કરે તો સ્વામીનારાયણ ભગવાનનાં શાસ્ત્રોનાં આધારે એને જવાબ આપવો.  સત્સંગી જીવન,  વચનામૃત અને શિક્ષા પત્રી એ આપણું લેન્ડ માર્ક છે.

 

 

ગૌતમ અદાણીને અનેક આંચકાઓ, દરજ્જો ઘટ્યો, સંપત્તિમાં ઘટી, પદમાં ઘટાડો… ખરાબ રિપોર્ટે વાટ લગાડી દીધી

સાળંગપુર હનુમાનજી ચિત્ર વિવાદ મામલે ચારેય ખુણેથી સાધુ-સંતો આકરાં પાણીએ, ગુસ્સામાં લાલચોળ થઈ આપ્યા નિવેદન

અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી, સપ્ટેમ્બર મહિનામાલ ગરમી પડશે કે વરસાદ? અહીં જાણી લો કેવું રહેશે હવામાન

 

 


Share this Article