હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક અભિમન્યું ચૌહાણે એક નવી જ આગાહી કરી છે અને એમણે જણાવ્યું હતું કે, આાપણે ગુજરાતનાં હવામાનની વાત કરીએ તો આગામી 24 કલાકમાં છૂટોછવાયો વરસાદ પડશે. જેમાં દક્ષિણ ગુજરાતનાં તાપી, વલસાડ, નવસારી, દમણનો સમાવેશ થાય છે.
કચ્છમાં વરસાદની કોઈ સંભાવનાં નથી, તેમજ સૌરાષ્ટ્રનાં એક બે જીલ્લાઓમાં પણ વરસાદ પડશે. તેમજ હાલ કોઈ સિસ્ટમની સંભાવના નથી. પરંતુ આ સિવાય એક ચિંતાજનક આગાહી પણ કરી છે.
ચિંતાજનક આગાહી એ છે કે ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી. તેમજ દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ થશે. કચ્છમાં પણ વરસાદની કોઈ શક્યતાઓ હાલમાં નથી.
તેમજ આગામી 5 દિવસ સુધી વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી છે એટલે નથી બરાબર જ સમજી શકાય. જો કે રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાનો છે. ત્યારે બીજા તેમજ ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા સૌરાષ્ટ્રમાં મનમુકીને વરસતા પુરની સ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચો
વરસાદને લઈ હવામાન વિભાગની ફિક્કી આગાહી, પરંતુ અંબાલાલ પટેલે કહ્યું – વરસાદ આવશે, બધા ધીરજ રાખો….
એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા નદી, નાળા, તળાવો છલકાયા હતા. જે બાદ મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી. રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની સંભાવના છે.