Gujarat News: તમે ક્યારેય એવું જોયું છે કે, કોઈ ડાયરામાં PSI પર બુટલેગર પૈસા ઉડાડતા હોય ? આવી જ એક ઘટના નવસારીથી સામે આવી છે.અગાઉ નવસારીમાં અને હાલ સુરતમાં ફરજ બજાવતા PSI એક ડાયરામાં ભાગ લેવા નવસારી પહોંચ્યા હતા ત્યાં તેમની પર બુટલેગરોએ પૈસાનો વરસાદ કર્યો હતો. સાઈ મંદિરના પાટોત્સવ નિમિત્તે યોજાયેલા ડાયરામાં PSI એસ. એફ. ગોસ્વામી બૂટલેગરો સાથે સ્ટેજ પર દેખાયા હતા.
સુરતના PSI પર બુટલેગરોએ રૂપિયાનો વરસાદ કર્યો@sanghaviharsh @CMOGuj @Bhupendrapbjp #Darubandhi #Gujarat #Navsari @DEO_Navsari pic.twitter.com/EDGG98BkwC
— Prutha Paghadal (@Pruthapaghadal) August 25, 2023
નવસારીમાં ડાયરામાં પોલીસની સાથે બુટલેગરની સંડોવણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નવસારી શહેરમાં સાંઇ મંદિરના લાભાર્થે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જોકે આ ડાયરામાં અગાઉ નવસારીમાં ફરજ બજાવી ચૂકેલ અને હાલ સુરતમાં PSI તરીકે ફરજ બજાવતાં એસ.એફ.ગોસ્વામી સ્ટેજ પર બુટલેગર સાથે દેખાતા ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં PSI સાથે બુટલેગર લાલો, દીપક ઉર્ફે બાબાએ રૂપિયા ઉડાવ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે ફેલાયો છે.