1.બાબુ વાજા, માંગરોળ
2.સુમન ચૌહાણ, કાલોલ
3.સંતોકબેન અરેઠીયા, રાપર
4.સુરેશ પટેલ, માણસા
5.દુષ્યંત પટેલ, ભરૂચ
6. વિક્રમ માંડમ, ખંભાળીયા
7. જગદીશ પટેલ, અમરાઇવાડી
8.ગ્યાસુદ્દીન શેખ દરિયાપુર
9. કૌશિક પટેલ,નારાયણપુરા
10. ચંદનજી ઠાકોર, સિદ્ધપુર
11.રાઘવજી મકવાણા, મહુવા
12. કાળુભાઇ ડાભી, કપડવંજ
13. કાંતિભાઈ સોઢા,આણંદ
14. અજીતસિંહ ચૌહાણ, બાલાસીનોર
15. અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા
16. હર્ષદ રિબડીયા, વિસાવદર
તમે ઉપર જે 16 પૂર્વ ધારાસભ્યોના નામ વાંચ્યા એ તમામ ધારાસભ્યોને સરકારી આવાસ ખાલી કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ માટે તેઓને એક નોટિસ પણ આપવામાં આવી છે. એમાના ઘણા એવા છે કે જેણે તો ચૂંટણી પણ નથી લડી છતાં પણ તેઓ ઘર ખાલી નથી કરતાં. ગુજરાતના આટલા પૂર્વ ધારાસભ્યોએ સદસ્ય નિવાસમાં અડિંગો જમાવીને બેઠા છે. કેટલાક પૂર્વ ધારાસભ્યો આવાસ ખાલી કરવામાં તાગડધિન્ના કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બજેટ સત્ર દરમિયાન ચાલુ ધારાસભ્યોને અન્ય સ્થળે મકાન શોધવા પડે તેવી સ્થિતિ બની ગઈ છે અને નોટિસ પણ મોકલવામાં આવી છે..
સરકારનો જે પ્રમાણે નિયમ છે એ રીતે આ 16 પૂર્વ ધારાસભ્યોએ સામેથી જ આવાસ ખાલી કરી દેવાના હોય છે નોટિસ મોકલવાની વાત જ નથી આવતા. જોકે હાલમાં વાત એવી બની છે કે પદ ગુમાવ્યા બાદ પણ આ ધારાસભ્યોનો સરકારી ઘરનો મોહ ન છૂટતો હોય એવું લાગી રહ્યું છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી, આજથી ઠંડી થઈ જશે છૂમંતર, તાપમાનનો પારો સીધો આટલી ડીગ્રી સુધી પહોંચશે
જો કે સપ્ટેમ્બર 2021માં સીએમ વિજય રૂપાણી સહિત તમામ 22 મંત્રી બદલી નાખવામાં આવ્યા હતા. વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સરકારી બંગલા ખાલી કરી દીધા હતા. પરંતુ હવે આ 16 પૂર્વ ધારાસભ્યો બંગલો ખાલી કરવાનું નામ નથી લઈ રહ્યાં.