ભવર મીણા (પાલનપુર): બેગ્લોર માં નોકર તરીકે કામ કરતો રાજસ્થાન નો શખ્સ માલીક ની હત્યા કરી લાખો રૂપિયા ની ચોરી ને અંજામ આપી નાસી છૂટ્યો હતો જોકે ચોર ના પગ કાચા હોય છે…તે રીતે સરહદી અમીરગઢ પોલીસ ની બાઝ નજર થી બચી ન શક્યો આખરે પોલીસ પૂછપરછ માં પોતે કરેલું કૃત્ય જણાવતા પોલીસે પકડી કાર્યવાહી કરી હતી. દક્ષિણી બેગલુર માં બનેલી ચકચારી ઘટના ની વિગત એવી છે કે,મૂળ રાજસ્થાન ના પાલી જિલ્લા ના કનુજા ગામ માં રહેતા બીજારામ દુર્ગારામ દેવાસી બેગ્લોર માં એક શેઠ ને ત્યાં નોકર તરીકે કામ કરતો હતો અને ઘર માં કોઈ ન હોવાથી એકલતા નો લાભ લઇ તેઓ રાત્રી ના સમય વૃદ્ધ ના આખો માં મરચા નો પાવડર નાંખી હાથ બાંધી મોઢામાં ડૂચો મારી હત્યા કરી હતી.
ઘરમાં પડેલા રોકડ તેમજ દાગીના કુલ રૂપિયા 24,23000 નો મુદ્દામાલ લઈ નાસી છૂટવા માં સફળ રહ્યો હતો જોકે,તેઓ એક ટ્રક માં બેસી ને ગુજરાત તરફ આવી રહ્યો હતો તે સમય અમીરગઢ .એસ.આઈ એમ.કે ઝાલા પોતાના સ્ટાફ ના માણસો સાથે પોલીસ ચોકી પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા અને તે સમય બેગ્લોર માં હત્યા ચોરી કરી ફરાર થયેલો શખ્સ ટ્રક માં મુસાફરી કરતો જણાઈ આવતા તેઓ ની પાસે ના સામાન ની ચકાસણી કરી.
ત્યારબાદ ઝીણવટ ભરી પૂછપરછ કરતા તેઓ એ કરેલા કૃત્ય ની હકીકત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નોંધપાત્ર છેકે,બેગ્લોર ના જુગરાજ જેન ની હત્યા કરી નાસી છૂટેલા ઈસમ ને પકડી પાડનાર અમીરગઢ પોલીસ બેગ્લોર પોલીસ દ્વારા રૂ.50 હજાર નું ઇનામ આપવા ની જાહેરાત કરાઈ હતી