જામનગરના ધ્રાફામાં સગર સમાજના નનેરા પરિવાર દ્વારા આગામી તારીખ 4 મે અને 5 મેના દિવસે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભગીરથ વંશજ સગર સમાજના નનેરા પરિવારના કુળદેવી સીઆઈ ધામ ધ્રાફામાં નૂતન શિખર મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ૧૫૧ કુંડી ધા, વિશાળ વાહન રેલી, રાસ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આોજન છે. જેમાં દેશભરમાં રહેતા નનેરા પરિવારજનો સામૂહિક રીતે આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ નિમિત્તે અનેક રેકોર્ડ પણ સર્જાવા જઈ રહ્યા છે તો વળી હાલમાં આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ પણ થવા લાગી છે.
આ મહોત્સવને અનેક રીતે યાદગાર બનાવવા માટે સમસ્ત સગર સમાજ એક થઈને તૈયારી કરી રહ્યો છે. પ્રસંગ અંગે વાત કરતાં અજાભાઈ નનેરા અને નરેશભાઈ નનેરાએ જણાવ્યું છે કે નનેરા પરિવારના ભગવતી સનીઆઇ ધામ ધ્રાફામાં આગામી તા.૫ના રોજ ધાર્મિક મહોત્સવનું આયોજન કરેલ છે. નૂતન શિખર મહોત્સવનું અનેરું આોજન કરાયું છે. તા.૪ના રોજ રૂપામોરા સતીઆઈ માતાજીના મંદિરથી કાર રેલી સ્વરૂપે વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. ભાણવડ, ત્રણ પાટિયા, જામજોધપુર થઈ સતીઆઈ ધામ ધ્રાફામાં સંપન્ન થશે. સાંજે મહાઆરતી બાદ રાત્રે પૂનમ ગોંડલિયાનો રાસ ગરબાનો કાર્યક્રમ થશે.
પછી તા.૫ના રોજ સવારે ધ્વજારોહણા, આરતી, ૧૫૧ કુંડી યજ્ઞનો પ્રારંભ થશે. સવારે ૧૦ વાગ્યે મંગલ રાઠોડ સતીખાઈ માતાજીની યશોગાથા રજુ કશે. ૧૧.૩૦ વાગ્યે વનિતાબેન રાઠોડની મોટીવેશન સ્પીચ, ૧૨.૩૦ વાગ્યે તેજસ્વી તારલાઓ, સરકારી કર્મચારીઓ અધિકારીઓનાં સન્માન સમારોક પોજાશે. બપોરે ૨ વાગ્યે કાજલ મોઝા વૈદ્યના વક્તવ્યનું આયોજન છે.
બાદ ત્રણ વાગ્યે નૂતન શિખર મહોત્સવનો પ્રારંભ થશે. પછી હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરાશે. સાજે ૪.૩૦ વાગ્યે સગર અને રાજપૂત સમાજના આગેવાનો, સાધુ સંતોનું સમાન કરાશે સાધુ સંતો આશીર્વચન લેવામાં આવશે અને રાત્રે ગીતાબેન રબારી, માયાભાઈ આહિર, ઉમેશ બારોટ, તેમજ અન્ય નામી કલાકારો લોક ડાયરાની મોજ કરાવશે.
આ કાર્યક્રમમાં અનેક સંતો મહંતો સાથે સાથે કેબિનેટ મંત્રી મૂળભાઈ બેરા, રાધવજીભાઈ પટેલ, સાંસદ પૂનમ માડમ, રાજાભાઈ ચુડાસમા, ધારાસભ્યો હેમંત ભાઈ ખવા, અર્જુનભાઈ મોઢવાડિયા, કાધંલભાઈ જાડેજા વગેરે ઉપસ્થિત રહેશે.