(શ્રવણકુમાર પરમાર દ્ધારા) થરાદ :લાખણી તાલુકાના જસરા ગામે બુઢેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે 25/2/2022થી લઈને 1/ 3/ 2022 સુધી રહેશે આ મેળામાં વિજેતા બનેલા સર્વ શ્રેષ્ઠઅશ્વને બાઈક જેવો ઇનામ આપી અને બીજાને અન્ય ટ્રોફી આપવામાં આવશે.
આ મેળાની અંદર અન્ય ચકડોળ મોતનો કૂવો ચા નાસ્તા એવી લારીઓ તથા અને મેળાના અંતિમ દિવસે ૫૧,૦૦૦ દીવડાની આરતી ઊતરાવી મેળાની પૂર્ણાહવુતી કરવામાં આવશે અને તમામ ગ્રામજનો તરફથી મહાપ્રસાદ આપવામાં આવશે.
આજે તારીખ 25 2 2022 ના રોજ મહેશભાઈ દવે તથા લક્ષ્મણભાઈ રાજપુત તથા ભરતભાઇ રાજપૂત તથા શ્રવણભાઈ દવે તથા ટી પી રાજપૂત તથા સીતલવાણા રાવજી પણ ત્યાં હાજર રહ્યા હતા મેળાની મોજ માણી હતી. ત્યારબાદ આ મહા અશ્વકુંભનો સંચાલન તમામ મહેશભાઈ દવે અને શ્રવણભાઈ દવે તથા ભરતભાઈ દવે દ્વારા કરવામાં આવ્યો હતો.