ગુજરાત પોલીસની ખતરનાક કાર્યવાહી: 2000 સ્પામાં દરોડા પાડી ગંદા ખેલનો ખાતમો કર્યો, ઓપરેશન સ્પા સિવાય બીજી વાત નહીં

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News :  હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી મની લોન્ડરિંગની (money laundering) ગતિવિધિઓને રોકવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) સૂચનાથી પોલીસ દ્વારા ખાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી પોલીસે 2000 સ્પા સેન્ટર (spa center) અને હોટલ (hotal) પર દરોડા પાડ્યા છે. આ કેસમાં પોલીસે ત્રણ દિવસમાં 279 આરોપીઓ સામે કેસ નોંધ્યો છે. જ્યારે 204 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમજ પોલીસે 183 આરોપીઓની ધરપકડ કરી છે.

 

 

 

રાજકોટ શહેર પોલીસે 13 સ્પા સંચાલકો સામે ફરિયાદ નોંધી છે

રાજકોટ શહેરમાં પોલીસે ગઈકાલે 50થી વધુ સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા હતા. જે પૈકી 13 સ્પા સંચાલકો સામે પબ્લિસીટી તોડવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે નાગાલેન્ડ, અમદાવાદ, દિલ્હી, પશ્ચિમ બંગાળની યુવતીઓ સ્પામાં થેરાપિસ્ટ તરીકે કામ કરતી જોવા મળી હતી. ત્યારે સ્પા મેનેજરે રજિસ્ટ્રેશન ન કરાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

 

Breaking: નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં 24 કલાકમાં 12 લોકોના મોત, ખેલૈયાથી લઈને ખેડૂતોને હાર્ટ એટેક આવ્યો

કોણ છે આરાધ્યા ત્રિપાઠી.. પહેલા 32 લાખ રૂપિયાની નોકરી ફગાવી, હવે ગૂગલે આપ્યું 56 લાખનું પેકેજ

હમાસ છેલ્લા 4 વર્ષથી ભયંકર હુમલાની તૈયારી કરી રહ્યું હતું, જાણો ઈઝરાયેલ પર એટેકની અંદરની કહાની

 

ગઈ કાલે પણ પોલીસે સુરત, ગીર સોમનાથ, અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

ગઈકાલે સુરત શહેરના સ્પા સેન્ટરો પર પણ પોલીસે દરોડા પાડ્યા હતા, જેના પગલે શહેરમાં કુલ કેસોની સંખ્યા 50થી વધુ થઈ ગઈ છે અને એક જ દિવસમાં 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગીર સોમનાથમાં પણ 10 ટીમો દ્વારા કુલ 21 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારના 25 સ્પાની પણ તપાસ કરી હતી.

 


Share this Article