ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં શેરડીવદર ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી છે. 30થી વધુ પ્રકારના શાકભાજીનું વાવેતર તેમજ 7 અલગ અલગ પ્રકારના કેળાનું વાવેતર કરી લાખો રૂપિયાની આવક કરી છે. મોટી સંખ્યામાં ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી અપનાવી લાખો રૂપિયાની આવક સાથે પાંચ ગણું વધુ ઉત્પાદન પણ મેળવી રહ્યા છે.
4 ટનથી વધુ કેળાનું ઉત્પાદન
નરવણસિંહ ગોહિલ એક વર્ષમાં 4 ટનથી વધુ કેળાનું ઉત્પાદન કરે છે. એલચી કેળાનો ભાવ 150 રૂપિયા કિલો હોય છે તેમજ લાલ કેળાનો ભાવ 100 રૂપિયા કિલો હોય છે અને સાદા કેળાનો ભાવ 50 રૂપિયા કિલો હોય છે. લાલ કેળા ખાવા માટે લોકો પડાપડી કરે છે. લાલ કેળાની સાથે જ એલચી કેળા પણ લોકો વધારે ખરીદવું પસંદ કરે છે.
7 અલગ અલગ પ્રકારનાં કેળાનું વાવેતર
નરવણસિંહ ગોહિલે જણાવ્યું કે, તેમણે આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને અલગ અલગ વિસ્તારોની અંદર પ્રાકૃતિક ખેતી અને બાગાયતી ખેતી વિશેની માહિતી લીધી છે. ત્યારબાદ 15 વીઘા જમીનની અંદર 30થી વધુ પ્રકારના શાકભાજીનું વાવેતર કરાયું છે. લાલ કેળા, એલચી કેળા તેમજ અન્ય 7 અલગ અલગ પ્રકારનાં કેળાનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી છે.
Oyo રૂમમાં છોકરીઓ હનુમાનજીની આરતી કરવા તો નથી જ જતી…. મહિલા આયોગના ચેરપર્સનનું વિવાદાસ્પદ નિવેદન
અનેક પુરસ્કારોથી સન્માનિત કરાયા
જેસરના શેરડીવદર ગામમાં લાલકેળની ખેતીની શરૂઆત નરવણસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. નરવણસિંહ ગોહિલને આત્મા પ્રોજેક્ટ સાથે અન્ય બાગાયત વિભાગ દ્વારા અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નરવણસિંહ ગોહિલે 15 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી છે. નરવણસિંહ ગોહિલના પરિવારના અન્ય છ વ્યક્તિઓ પણ તેમની સાથે પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. નરવણસિંહ ગોહિલ અને તેમનો પરિવાર 30 પ્રકારના શાકભાજી, સાત પ્રકારના કેળા તેમજ અન્ય ફળ પાકો અને મગફળી સાથે ડુંગળીનું વાવેતર કરી લાખો રૂપિયાની આવક કરી છે. પ્રાકૃતિક ખેતીના કારણે તેમને રોજ આવક થાય છે, આ સાથે જ આવક પણ ક્યારેય બંધ થતી નથી. અન્ય ખેડૂતો વર્ષની અંદર ત્રણ સિઝનનો પાક લે છે, જેમાં ચાર-ચાર મહિને અથવા છ મહિને આવક આવતી હોય છે, જ્યારે નરવણસિંહને પ્રતિદીને આવક થાય છે.