અમદાવાદમાં એક અનોખા હેરિટેજ એક્ઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના અમૂલ્ય વારસાનું ગર્વ હોવું જ જોઈએ. જો અતુલ્ય વારસા સમાન ઐતિહાસિક સ્થાપત્ય દર્શન એક જ સ્થળે જોવા મળી જાય તો કેવું સારું.
એમાં પણ વિશેષ વાત કે ગુજ્જુ આર્ટિસ્ટની પીંછી એ કંડારેલ રંગોમાં આ કળા જોવા મળે તો હવે પ્રજાનું પોતાનું માનીતું સ્થળ મુખૌટે આર્ટ ગેલેરી ,નારણપુરા, અમદાવાદ ખાતે પ્રદર્શનમાં માણી શકાય તેવું આયોજન કોકિલા જી.પટેલ,નીલુ પટેલે કરેલ છે. જે વિના મૂલ્યે તા.28 ફેબ્રઆરી સુધી સાંજે ૪ થી ૮ દરમિયાન નિહાળી શકાશે.
અમદાવાદના જન્મદિન નિમિતે ૨૦૨૩ના વર્ષમાં પણ અમદાવાદ હેરીટેજનું પ્રદર્શનનું આયોજન કરનાર દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ પ્રથમ છે અને હરહંમેશની જેમ અગ્રણી રહ્યા છે.
સતત કંઈક નવું કરવા હંમેશા આર્ટિસ્ટ ને પ્રોત્સાહિત કરવા એ ધ્યેય રાખે છે. આ પ્રદર્શનમાં અંકિત જોષી, ભારતી પરીખ, ડિમ્પલ ટેલર, દિનેશ શ્રીમાળી, ગિરિષ પટેલ, કમલેશ ચાવડા, નીલુ પટેલ, પ્રશાંત હિરલેકર, પ્રશાંત પટેલ, શોએબ નરમાવાલા, વિનય પંડ્યા, શ્રુતિ સોની વિગેરે આર્ટિસ્ટે ભાગ લીધેલ છે.