અમદાવાદ ગ્રામ્યમાં સિનિયર સિટીઝન સ્પર્ધાનું આયોજન, સ્પર્ધકો માટે વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ સહિતની સ્પર્ધાનું આયોજન

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: જિલ્લા રમતગમત અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદ ગ્રામ્યમાં 50 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝન માટે વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે.

આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઇચ્છતા સિનિયર સીટીઝન ભાઇઓ તથા બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂક્ષ્મણીબેન હોસ્પિટલની સામે, ખોખરા,અમદાવાદ ખાતેથી મેળવી 15/01/2024 સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે મોકલી આપવાનુ રહેશે.

Analysis: 2024માં ભાજપની ટિકિટ કોને મળશે..? કયા રાજ્યોમાં ચાલશે મોદી-શાહની કાતર? સમજો આ 4 મુદ્દાઓ

‘પઠાણ’ અને ‘જવાન’ પછી ‘ડંકી’ શાહરૂખની ત્રીજી સૌથી મોટી હિટ ફિલ્મ બની, વિશ્વભરમાં કર્યું આટલું કલેક્શન

‘સોના કિતના સોના હૈ…’ ભારતમાં સૌથી વધુ સોનું કોની પાસે છે? 2,26,79,618 કિલોના માલિક કોણ છે?

સમય મર્યાદામાં આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામા આવશે જેની દરેક સ્પર્ધકે નોંધ લેવા અખબારી યાદીમાં જણાવાયું છે. ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોને આ અંગેની વધુ માહિતી સંપર્ક નંબર- 9824181689 પરથી મળશે.


Share this Article