ખેડા જીલ્લાના વિકલાંગ ભાઈઓ-બહેનો અને બાળકો માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જે તા. ૧૦/૦૯/૨૦૨૨ થી તા. ૧૪/૦૯/૨૦૨૨ સુધી સતત ૫ દિવસ સુધી ચાલ્યો હતો. કેમ્પ દરમ્યાન જયપુર ફુટ(કૃત્રિમ પગ) તથા કેલીપર્સની નિઃશુલ્ક તપાસ અને વિતરણ કરવામાં આવેલ હતી. જેમાં દરરોજ ૨૦ થી ૨૫ જેટલા દિવ્યાગ લોકોને જયપુર ફુટ(કૃત્રિમ પગ) તથા કેલીપર્સ દ્વારા આત્મનિર્ભરતા તરફ આગળ વધવામાં મદદ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેમ્પ માટે વિશેલવીન અને જયપુર ફુટ(BMVSS)ના પ્રતિનિધિઓએ ખેડા કલેકટરની ખાસ મુલાકાત લીધેલ હતી જેમાં ખેડા કલેકટર શ્રી કે. એલ. બચાણી સાહેબએ કેમ્પની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કેમ્પનો હેતુ સમાજના આર્થિક અને સામાજિક રીતે જરૂરિયાત મંદ લોકો કે જેઓ કૃત્રીમ પગ તેમજ કેલીપર્સ સ્વખર્ચે મેળવી નથી શકતા તેમના માટે નિઃશુલ્ક સેવા પૂરી પાડવાનો છે, દિવ્યાંગતા માત્ર શારીરિક પુરતી ન રહેતા માનસિક રીતે પણ વ્યક્તિને અસર કરતી હોય છે. માટે આ કેમ્પ દિવ્યાંગ લોકોને શારીરિક સ્વાલંબનની સાથે માનસિક રીતે પણ સ્વાલંબી બનાવવા માટે નો પ્રયાસ છે. કૃત્રિમ પગ તથા કેલીપર્સ મેળવ્યા બાદ દિવ્યાંગ વ્યક્તિ બીજા પર આધારિત ન રહેતા સ્વતંત્ર રીતે ફરી શકશે અને નાનો મોટો કામધંધો કરીને રોજીરોટી રળી શકશે જે દિવ્યાંગ વ્યક્તિને દિવ્યાંગતા મુક્ત બનાવશે.
આ કેમ્પ માટે તા. ૨૩/૦૮/૨૦૨૨ થી રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યા હતા જે તા.૦૫/૦૯/૨૦૨૨ ના રોજ બંધ કરવામાં આવેલ હતા. ખુબ ટુંકા સમયમાં લોકોનો ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો જેમાં ખેડા જીલ્લા માંથી કુલ ૧૧૨ દિવ્યાંગ લોકોની નોંધણી કરવામાં આવી હતી જેઓએ નિઃશુલ્ક લાભ મેળવ્યો હતો. માત્ર ખેડા પુરતો નહિ આ કેમ્પના મહત્વને જોતા ખેડા સિવાયના અન્ય જીલ્લાના લોકોના પણ કેમ્પનો લાભ લેવા માટે ફોન આવેલ હતા. લોકો માટે કેમ્પના મહત્વને ધ્યાનમાં રાખીને વિશેલવીન ફાઉન્ડેશનએ આગામી દિવસોમાં જયપુર ફુટ અમદાવાદ સેન્ટર(BMVSS) સાથે મળીને શકય હશે તે અન્ય જીલ્લામાં પણ કેમ્પનું આયોજન કરવાની તૈયારી બતાવી છે.
કેમ્પ ખેડા જીલ્લાના રઢું ગામ ખાતે આવેલ નૂતન વિદ્યાલયમાં રાખવામાં આવેલ હતો. આ પ્રસંગે રઢું ગામના સરપંચ શ્રી અજીતસિંહ વાઘેલા અને નૂતન વિદ્યાલયના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ વાઘેલાનો ખુબ સારો સહયોગ રહ્યો હતો. ઉપરાંત સ્થાનિક લોકોએ પણ સહભાગીદારી દાખવી હતી. કેમ્પ વહેલી સવારના ૯:૦૦ વાગ્યાથી રાત્રીના ૮:૦૦ વાગ્યા સુધી કાર્યરત હતો. દિવસ દરમ્યાન લાભાર્થીઓના નાસ્તા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી. ૫ દિવસીય સંપુર્ણ કેમ્પ દરમ્યાન વિશેલવીન ફાઉન્ડેશન અને ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ(BMV55)ના કાર્યકર્તાઓની ૧૦ લોકોની ટીમ સતત હાજર રહી હતી.
વિશેલવીન ફાઉન્ડેશન વિશે:
વિશેલવીન ફાઉન્ડેશન વિશેષ જરૂરિયાત(દિવ્યાંગતા) ધરાવતા ક્ષેત્રમાં પોતાના સતત પ્રયાસોથી લોકોના જીવનમાં બદલાવ લાવવા માટે સતત કાર્યરત છે. સમાજના આર્થિક અને સામાજિક જરૂરિયાત ધરાવતા વર્ગના વિકાસ અને પુનરુત્થાન માટે સેવાઓ પૂરી પાળવી તે હંમેશ માટે વિશેલવીનના પ્રચાસો રહ્યા છે. ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ(BMVSS) વિશે: ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ(BMV55)(જયપુર ફુટ સેન્ટર)એ વર્ષ 1975 થી કાર્યરત છે અને વિકલાંગતા ધરાવતા લોકો માટે વિશ્વની સૌથી મોટી સંસ્થા છે જે અત્યાર સુધી 2 મિલિયન લાભાર્થીઓને સહાય કરી ચુકી છે. તે વિશ્વભરમાં ૨૬ થી વધુ સેન્ટર સાથે વધુમાં વધુ દિવ્યાંગ લોકો સુધી પહોંચવા માટે કટીબદ્ધ છે.