કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘને આડે હાથે લીધી છે. સરકાર કિસાન સંઘ સાથે મળી કુલળીમાં ગોળ ભાંગવાની નીતિ બંધ કરે એવા આહવાન સાથે પત્રમાં ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ પર પ્રહાર કરવામાં આવ્યા છે. પાલભાઈનું કહેવું છે કે સરકાર એકમાત્ર ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ સાથે બેઠક શા માટે યોજે છે….??? ગુજરાતમાં ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ એક જ ખેડૂત સંગઠન છે ??? ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરનાર સંગઠન છે. કિસાન સંઘ ખેડૂતોની પીઠપર કુઠારઘાત કરનાર સંગઠન છે
સાથે જ પાલભાઈ કહે છે કે સરકાર સાથે મિલીભગત કરી કિસાન સંઘ ખેડૂતોને છેતરે છે. 8 કલાક વિજળી ની માંગ સાથે 7 દીવસથી ખેડૂતો ધરણા પર બેઠા છે. બનાસકાંઠાના દિયોદરના વખા ખાતે ખેડૂતો ધરણા પર બેઠા છે. ગુજરાતમાં ગઈકાલે અલગ અલગ જગ્યાએ ખેડૂતોએ 8 કલાકની વિજળી માંગ સાથે આવેદનપત્ર ધરણા યોજ્યા હતા. પાલભાઈએ લખેલો પત્ર પણ કંઈક આવો છે.
પાલભાઈએ લખેલો પત્ર
પ્રતિ,
મુખ્યમંત્રી સાહેબશ્રી,
સ્વર્ણિમ સંકુલ -1
વિધાનસભા સંકુલ
ગાંધીનગર
વિષય : ખેડૂતોના પ્રશ્ને ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘના બદલે ખેડૂતોના હક્ક અધિકારની ખરેખર લડત કરનાર ખેડૂત સંગઠનો સાથે બેઠક કરવા બાબત
મહોદય શ્રી,
જય કિસાન સાથે જણાવવાનું કે અત્યારે 8 કલાક સતત અને નિયમિત વીજળીની માંગ સાથે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વખા 220kv પાવર સ્ટેશન પર રાષ્ટ્રીય કિસાન સંગઠનના ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ અમરાભાઈ ચૌધરી આંદોલન કરી રહ્યા છે આ ધરણા ને આજે 7 મો દિવસ છે 8 કલાક સતત અને નિયમિત વિજળીની માંગ સાથે ચાલતા આ વખા ખેડૂત આંદોલનના સમર્થનમાં ગઇકાલે ગુજરાતભરમાં ઠેર ઠેર આવેદનપત્ર અપાયા, ધરણા પ્રદર્શન થયા એટલે સરકારે મજબુરન હરકતમાં આવવું પડ્યું અને જાહેરાત કરવી પડી કે આવતીકાલે એટલે કે આજે મુખ્યમંત્રી બેઠક યોજી નિર્ણય કરશે
પરંતુ સરકાર બેઠક કે ચર્ચા કોની સાથે કરે છે???? ખેડૂતો માટે આંદોલન કરતા લોકો સાથે નહિ, 7 દીવસથી આંદોલન કરતા અમારા ભાઈ સાથે નહિ, ગુજરાતના અલગ અલગ ખેડૂત સંગઠનો સાથે નહિ પરંતુ ખેડૂતોની પીઠ પર ખંજર ભોંકનાર ભારતીય કિસાન સંઘ સાથે બેઠક ચર્ચા કરે તે ક્યાં નો ન્યાય ?????
આપ સાહેબને નમ્ર અનુરોધ સાથે વિનંતી છે કે ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવી હોય, તો કિસાન સંઘ સાથે નહિ પણ ગુજરાતના અનેક ખેડૂત સંગઠનો છે, અનેક ખેડૂત આગેવાનો છે જેઓ સતત ખેડૂતો માટે લડત કરે છે તેમની સાથે ચર્ચા કરવી જોઈએ
સરકાર ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ સાથે વીજળીના પ્રશ્ને બેઠક કરી કુલડીમાં ગોળ ભાંગવાની નીતિ બંધ કરે
આપનો આભાર
લી. આપનો વિશ્વાસુ
પાલભાઈ આંબલિયા