ગુજરાતમાં ઠંડી દિવસે અને દિવસે વધી રહી છે. હવે ન્યુનત્તમ તાપમાન ૧૦થી ૧૪ સે. નોંધાઈ રહ્યુ છે. ઉત્તર-પૂર્વ દિશાથી વાતા કોલ્ડવેવને કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્ય થીજી ગયુ છે. રાજ્યમા લોકો ઠંડા ફૂંકાતા પવનોથી ધુ્જી ઉઠ્યા છે અને બીજી તરફ હવામાન વિભાગે કહ્યુ છે કે આવનારા 48 કલાક ઠંડીનો પ્રકોપ વધશે.
આવનારા 48 કલાક ઠંડીનો પ્રકોપ વધશે
ઠંડીમાં વધારો થતા જુનાગઢમાં અંબાજી સુધીના રોપ-વેને બંધ કરાયો છે. આ સિવાય પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાથી ઓખા દરિયામાં ચાલતી ફેરી બોટ સર્વિસને પણ બંધ કરી દેવામા આવી છે. હાલ રાજ્યમાં ૩૫થી ૭૦ ટકા ભેજ સાથે બર્ફીલા પવન ફૂંકાઈ રહ્યા છે. બર્ફીલા પવનો વચ્ચે જનજીવન પર અસર દેખાઈ રહી છે. માર્ગો પર ગરમ વસ્ત્રોમાં લપેટાઈને લોકો બહાર નીકળી રહ્યા છે. વહેલી સવાર અને રાત્રિના સમયે તો લોકો બહાર નીકળવાનુ જ ટાળી રહ્યા છે.
ગિરનાર પર પ્રતિ કલાક 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો
આ સાથે આગાહી છે કે આજે રાજકોટ,ભૂજ,અમદાવાદ સહિત સ્થળોએ તાપમાન ૧૨ સે.આસપાસ રહેશે. વાતાવરણ થોડા દિવસો સુધી વાદળછાયુ રહેશે અને કાતિલ ઠડી અનુભવાશે. સવારના ન્યુનત્તમ તાપમાનમાં ૨થી ૪ સે.વધારો નોંધાઈ શકે છે. હાલ ગિરનાર પર્વત પર પ્રતિ કલાક 100 કિમીની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે. આ સાથે વાત કરીએ રાજ્યના અન્ય શહેરોની તો 8 શહેરોમાં લુઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી ઓછું નોંધાયું છે.
નલિતામા 8.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન
નલિતામા 8.1 ડિગ્રી, ગાંધીનગર 10.5, ડિસા 10.6, ભૂજ 11.2 અને વડોદરા 11.6 ડિગ્રી, અમદાવાદ 12.1 ડિગ્રી, રાજકોટ 12.5 ડિગ્રી અને અમરેલી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક ઠંડીમાં નોંધનીય ઘટાડો થશે અને મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. હિમાલય તરફથ્ગી વાતા બર્ફીલા પવનની ગતિ બદલાતા પુનઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં ભેજ વધશે અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.