પાલનપુર, ભવર મીણા: બનાસકાંઠા જિલ્લા ના આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકા ની પ્રજા ને વિશ્વ સ્વાસ્થ દિન નિમિત્તે સરકાર દ્વારા સોનેરી ભેટ આપવા માં આવતા લોકો માં આનંદ છવાયો હતો જોકે,આ સરકારી સેવા આદિવાસી ગરીબ પ્રજા માટે આશીર્વાદ સમાન સાબિત થશે.
અમીરગઢ તાલુકા ની પ્રજા ને કિડની ને લગતી સારવાર માટે શહેરી વિસ્તારોમાં માં આંટાફેરા મારવા પડતા હતા જોકે વિશ્વ સ્વાસ્થ ના દિવસે સરકારે પ્રજા ના આરોગ્ય ની ચિંતા કરી પ્રજા ને સોનેરી ભેટ અર્પણ કરી હતી.
જેમાં રાજ્ય ના મંત્રીઓ દ્વારા ઇ-,લોકાર્પણ જ્યારે દાતા મત વિસ્તારના કોંગ્રેસ ના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ના હસ્તે દીપ પ્રગટાવી ડાયાલીસીસ દવાખાના ને પ્રજા માટે ખુલ્લું મુકવા માં આવ્યું હતું.
આ અંગે જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ડો.ડી.બી.મહેતા એ જણાવ્યું હતું કે,અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં પ્રજા ને તમામ સવલતો મળી રહે છે.
જોકે કિડની ને લગતી તકલીફો માટે પ્રજા ને રજળવું ન પડે તે માટે સરકાર દ્વારા ડાયાલીસીસ હોસ્પિટલ શરૂ કરાયું છે.જે પ્રજા માટે આશીર્વાદ સમાન સાબિત થશે.
આ પ્રસંગે તાલુકા પંચાયત ના પ્રમુખ,ગામ ના સરપંચ,પી.એસ.આઈ.તેમજ તાલુકા કક્ષા ના અધિકારીઓ,પદાધિકારીઓ હાજર રહ્યા હતા.