Tarabh Valinath Mahadev : PM મોદી આજે ગુજરાતના પ્રવાસે હતા. સવારે મોટેરા સ્ટેડિયમ ખાતે અમુલ ડેરીના કાર્યક્રમ બાદ તરભ વાળીનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા.
વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલીંગની પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ સંબોધન પણ કર્યું હતું અને સંબોધનની શરૂઆત પણ જય વાળીનાથથી જ કરી હતી.
પોતાના સંબોધનની વાત કરતાં PM મોદીએ કહ્યું કે, આજે ધણા બધા જુના જોગીઓના દર્શન કરવા મળ્યા. આજે તો વાળીનાથે વટ પાડી દીધો છે. અગાઉ ઘણીવાર અહીં આવ્યો છું પણ આજે તો કંઈક અલગ જ વાત છે.
આજના દિવસે એક સંયોગ થયો છે. આજથી ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો. રબારી સમાજ માટે આ ગુરુગાદી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.
લોકોની સુવિધા માટે આજે 13000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું છે. જેનાથી લોકો માટે રોજગાર માટે નવું અવસર બનશે.
પોતાના અનુભવ વિશે પણ વડાપ્રધાને વાત કરી કે આજે હું દિવ્ય ઉર્જા અનુભવ કરી રહ્યો છે. આ ઉર્જા એ યાત્રાથી પણ જોડે છે જે બળદેવગીરી બાપુએ શરૂ કરી હતી. હું મંચ પરથી ગાદીપતી જયરામગીરી બાપુને વંદન કરું છે.
બળદેવગીરી બાપુ જોડે મારું ગાઢ નાતો હતો. 2016માં તેઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. બળદેવગીરી બાપુ જોડે જ્યારે હું વાત કરતો ત્યારે હું આ સમાજના બાળકો માટેના શિક્ષણની વાત કરતો હતો.
વડાપ્રધાને વાત કરી કે દેશમાં અત્યારે એક બાજું દેવાલયો બની રહ્યાં છે તો બીજી બાજું ગરીબ પરિવારોને પોતાનું ઘર મળી રહ્યું છે.
છેલ્લા બે દશકોમાં વિકાસની સાથે સાથે વિરાસતની ભવ્યતા માટેનું કામ થયું છે. કમનસીબે ભારતમાં વિરાસતના ક્ષેત્રે વિકાસ અટકી પડ્યું હતું. આ કોંગ્રેસે ધર્મસ્થાનો ઉપર પ્રશ્ન કર્યા હતા.
કોંગ્રેસે જ સોમનાથ અને પવાગઢના વિકાસમાં વિધ્ન પેદા કર્યું છે. જ્યારે અયોધ્યામાં અત્યારે મંદિર બનીને તૈયાર થઈ ગયું છે તે તેમણે નકારાત્મક વલણ દાખવ્યું હતું.