Gujarat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટમાં પૂર્ણ થયેલ એઈમ્સનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાતના નિર્ણય બાદ એઈમ્સના ઉદ્ઘાટનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ AIIMSનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન આવતા સપ્તાહે ચાર દિવસમાં બે રાજ્યોની મુલાકાત લેશે. જેમાં ગુજરાત ઉપરાંત યુપીનો પ્રવાસ પણ સામેલ છે. આ સાથે સૌરાષ્ટ્રની મોટી માંગ પૂર્ણ થશે. આ સાથે તેઓ દ્વારકામાં બનેલા દેશના સૌથી લાંબા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાત પહોંચે તેવી શક્યતા છે. વડાપ્રધાન 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.45 કલાકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. આ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતી ઉજવણીનો કાર્યક્રમ છે. આ પછી વડાપ્રધાન મહેસાણાના તરભના વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.
મહેસાણા-નવસારીમાં કાર્યક્રમ
પીએમ મોદી બપોરે 1 વાગ્યે મહેસાણામાં જાહેર સભા કરશે અને વિકાસ કામોનું ઉદ્ઘાટન કરશે. PM મોદી સાંજે 4.15 કલાકે નવસારીમાં જાહેર સભા કરશે અને વિકાસ કામોનું લોકાર્પણ કરશે. PM મોદી સાંજે 6.15 વાગ્યે કાકરાપાર ખાતે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કરશે. પીએમ મોદી સુરતથી વારાણસી જવા રવાના થશે અને ત્યારબાદ વારાણસીમાં રાત્રી રોકાણ કરશે. પીએમ મોદી 23મીએ વારાણસીમાં હશે. તેઓ તેમના પ્રવાસમાં 10 વાગ્યા સુધી BHUમાં રહેશે. મધ્યપ્રદેશ સંસ્કૃત સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરશે. આ પછી તે બીજા ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે.
શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ
હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ, આટલા જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણી લો નવ આગાહી
ગઢવી-આહીર વિવાદ સોનલધામ મઢડા પહોંચ્યો, ગિરીશ આપા અને વિક્રમ માડમે ચારણ-આહીર વિશે કહ્યું આવું-આવું
24મીએ ફરી ગુજરાત પરત ફરશે
PM મોદી 24 ફેબ્રુઆરીએ જામનગર પહોંચશે. તેઓ રાત્રે 9.25 વાગ્યે જામનગર પહોંચે તેવી શક્યતા છે. વડાપ્રધાન તેમનું રાત્રિ રોકાણ જામનગરમાં કરશે. 25 ફેબ્રુઆરીએ PM મોદી સૌરાષ્ટ્રને કરોડોની સ્કીમ ગિફ્ટ કરશે. સવારે 7.45 કલાકે બેટ દ્વારકા મંદિરની મુલાકાત લેશે. આ પછી PM મોદી સવારે 8.25 વાગ્યે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. PM મોદી બપોરે 1 વાગ્યે દ્વારકામાં જાહેર સભા કરશે અને કરોડો રૂપિયાની યોજનાનું ભૂમિપૂજન કરશે. પીએમ મોદી બપોરે 3.30 કલાકે રાજકોટ એઈમ્સ પહોંચશે. સાંજે 4.45 કલાકે રાજકોટના રેસકોર્સ મેદાનમાં જાહેર સભા અને અટલ સરોવરનું ઉદ્ઘાટન કરશે.