વિધાનસભાની ચૂંટણીને લઈ અવાર નવાર કોઈને કોઈ ઘટના બનતી રહે છે. ક્યારેક નેતાઓની બેફામ નિવેદનબાજી તો ક્યારેક લોકોની અજીબ વાતો. ત્યારે હવે પોરબંદરથી એક મોટા અને ભયંકર સમાચાર સામે આવી રહ્યા છે કે ચૂંટણી બંદોબસ્તમાં આવેલ I.R.Bના જવાનો વચ્ચે ઝગડો થયો હતો. નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં તેમને ઝગડો થતા ફાયિરંગ થઈ હતી અને પોરબંદરમાં ફાયરિંગમાં બે જવાનોના મોત થયા છે.
આ સાથે જ ઘટનાની માહિતી મળી રહી છે કે અન્ય બે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હાલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જે પણ દોષિત હશે એમને જરૂરથી સજા આપવાની પણ વાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બન્યું એવું કે પોરબંદર સ્થિત નવાબંદર સાયક્લોન સેન્ટરરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના વચ્ચે કોઈ કારણોસર ઝગડો થતાં બંન્ને હિંસક બન્યા હતા.
જ્યાં સુધી બન્ને એમનેમ ઝઘડતા હતા ત્યાં સુધી કોઈ વાંધો નહોતો પણ જોત જોતમાં બંન્ને રાયફલ લઈને એકબીજા પર ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળી પણ વાગી અને બંન્ને જવાન ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. આ સાથે જ બીજા બે જવાનો પણ ઘાયલ થયા છે. ઘટનાના પગલે ઉચ્ચે પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હજુ પણ આ કેસમાં પોલીસ તપાસ કરી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે.