Breaking: અમદાવાદને નવા મેયર મળી ગયા, જાણો કોણ છે આ મહીલા, કમિટીના સભ્યો અને હોદ્દેદારો તરીકે આ નેતાઓની વરણી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
ahmedabad mayor
Share this Article

Ahmedabad News: અમદાવાદ અને વડોદરા શહેરને આજે નવા મેયર મળ્યા છે. પ્રતિભા જૈનની (Pratibha Jain) અમદાવાદના નવા મેયર તરીકે જાહેરાત કરવામાં આવી છે. મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરની નિમણૂક કરાઈ છે. તો ડેપ્યુટી મેયર (Deputy Mayor) તરીકે જનીત પટેલના નામની પસંદગી કરાઈ છે. તો દેવાંગ દાણી અમદાવાદના નવા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે જાહેર કરાયા છે.

અમદાવાદ મેયર અને ડેપ્યુટી મેયરના નામ જાહેર અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈનનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની પસંદગી કરવામાં આવી છે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ખુરશી પર દેવાંગ દાણીને બેસાડવામાં આવ્યા છે. તો શાસકપક્ષના નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિનું નામ જાહેર કરાયું છે.

 

કોણ છે પ્રતિભા જૈન? 

પ્રતિભા જૈન વિશે વાત કરીએ તો તેઓ શાહીબાગના કોર્પોરેટર છે, તેમની આ ત્રીજી ટર્મ છે. પ્રતિભા જૈન રાજસ્થાની જૈન સમાજમાંથી આવે છે. વર્તમાન સમયમાં તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે.

હવે વરસાદ કઇ તારીખથી પડશે, ક્યાં અને કેટલો પડશે?? અંબાલાલ પટેલે ઘાકત આગાહી કરતાં ખેડૂતો વિચારમાં પડ્યાં

ચૂંટણી પહેલા સરકારની સૌથી મોટી જાહેરાત, માત્ર ૪૫૦ રૂપિયામાં જ ગેસ સિલિન્ડર, લોકો ખુશીમાં નાચવા લાગ્યાં

LPG બાદ ખરેખર પેટ્રોલ ડીઝલ સસ્તુ થશે! કરોડો લોકોની આશા પ્રમાણે ભાવમાં આવવા લાગ્યો મોટો ઘટાડો, જાણો નવા ભાવ

 

2 સપ્ટેમ્બરે હાથ ધરાઈ હતી સેન્સ પ્રક્રિયા

આપને જણાવી દઈએ કે, ગત 2 સપ્ટેમ્બરે અમદાવાદના શાહીબાગના ઓસ્વાલ ભવન ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો કે.સી પટેલ, રાણા દેસાઈ અને ભીખીબેન પરમાર દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે એક પછી એક કોર્પોરેટરને બોલાવીને તેમના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જેની યાદી બનાવીને પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી. ત્યાર હવે મોવડી મંડળે બંધ બાજીના પત્તા ખોલી નાખ્યાં છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસકપક્ષના નેતાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે.


Share this Article