આજે સેટેલાઈટથી લઈને અદ્યતન ટેકનિકનો ઉપયોગ વરસાદ અને હવામાન માહિતી મેળવી શકાય છે. પરતું દેશમા પ્રાચીનકાળથી થતી વરસાદના વરતારાની પણ એક પરંપરા છે. જેમાં ટીટોડીના ઈંડા અંગેની માન્યતા ખૂબ જ લોકપ્રિય છે. જુન મહિનામાં વિધિવત ચોમાસું બેસવાની હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવે છે ત્યારે ચોમાસાના આગમન અને વરતારા લઈને આજે સેટેલાઈટથી લઈને અદ્યતન ટેકનિકનો ઉપયોગ વરસાદ અને હવામાન માહિતી મેળવી શકાય છે. પરતું દેશમા પ્રાચીનકાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે. આવી પરંપરા એટેલે ખેતરમાં ટીટોડીએ ઈંડાની પણ છે. આજે પણ ચાચરાવાડી વાસણા સહીત અનેક ગામડાઓમાં ટીટોડીના ઈંડાથી ચોમાસાનું અનુમાન લગાવાઈ છે.
6 ઈંડા મૂકે તો એવું માનવામાં આવે છે કે…
ઉપરાંત ટોટોડી સામાન્ય સંજોગોમાં ચાર ઈંડા મુકતી હોય છે. જેમાં એવી લોકવાયકા છે કે આ ચાર ઈંડા પરથી એક ઈંડાના આધારે એક મહિનો એમ ચાર મહિના જૂન, જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર મહિના વરસાદ પડી શકે છે. જ્યારે એવી વાયકા છે કે જો ટીટોડી 6 ઈંડા મૂકે તો એવું માનવામાં આવે છે કે આ વર્ષે 4 ના બદલે 6 મહિના સુધી ચોમાસુ ચાલી શકે છે.
SBI બેન્કમાં જઈને આજે જ ખોલો બાળકનું આ ખાસ ખાતું, જીવનમાં ક્યારેય પૈસાની કમી જ નહીં રહે એની ગેરન્ટી
બાળકોને તમે પણ Bournvita પીવડાવતા હોય તો ચેતી જજો, નવો રિપોર્ટ જાણીને લાખો લોકોના હાજા ગગડી ગયાં
કરોડો લોકો માટે મોટા સમાચાર: 1 મેથી જૂના નિયમો બદલાશે! કોલ અને SMS અંગે લેવાયો સૌથી મોટો નિર્ણય
ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસે તેવી માન્યતા
જ્યારે ટેક્નોલોજીના કોઇ સક્ષમ સાધનો ન હતા ત્યારે ભાવિ વરસાદની આગાહી પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસુઝ આધારે કરતા હતા. આજે પણ ખેતરમાં ટીટોડીના ઈંડા મુકવાની સાથે વરસાદના વર્તારાનો પ્રથા જીવંત છે.એટલે કે ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઇંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વર્ષે તેવી માન્યતા છે. વધુમાં ટીટોડી ઊંચાઈ પર ઈંડા મુકે તો વ્યાપક, ધોધમાર વરસાદની માન્યતા છે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે.