નેતાઓ અને હોદ્દેદારો પર અવારનવાર લોકોનો રોષ ફાટી નીકળતો હોય છે અને પછી ન બનવાની ઘટના બતચી હોય છે. ત્યારે આવું જ કંઈક આજે સવારે 11 વાગ્યે કચ્છમાં જોવા મળ્યું. ગાંધીધામ ખાતે આજે નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન નગરપાલિકાના મહિલા પ્રમુખ પર લોકોએ શ્યાહી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આજે સવારે 11 વાગ્યે આ ઘટના બની હતી અને હવે સમગ્ર ગુજરાતમાં તેની ચર્ચા થવા લાગી છે.
આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો સવારે 11 વાગ્યે ગાંધીધામ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પ્રમુખ ઈસીતા ટીલવાણી પણ હાજર રહ્યા હતા અને ત્યારે જ વોર્ડ નંબર 12ના રહેવાસીઓ અને કોંગ્રેસના નગરસેવકોએ તેમને અંદર ઘુસવા ન દીધા અને દરવાજા પર જ અટકાવી દીધા હતા. અટકાવી દઈને ત્યાં જ વિકાસ કામોના મુદ્દે આકરી રજૂઆતો કરી હતી. આ દરમિયાન મહિલા પ્રમુખના મોઢા પર શાહી પણ ફેંકી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેમને તેમનું મોઢું કાળું કર્યું હતું.
ત્યારે આ ઘટના બની ગયા બાદ મહિલા પ્રમુખે આરોપ લગાવ્યો હતો કે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમિપ જોશી, જયશ્રીબેન ચાવડા સહિતના આગેવાનોએ તેમના પર આ ન કરવાનો હુમલો કરવામા આવ્યો હતો છે અને આ રીતે તેઓ શાહી ફેંકી શકે છે, તો ક્યારેક તેજાબ દ્રારા પણ મારી પર હુમલો કરીને મને આજીવન નુકસાન પહોંચાડી શકે છે.
ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો પહોંચી આવ્યો હતો. દરમિયાન વિરોધ પક્ષના નેતા સમીપ જોશીએ જણાવ્યું હતું કે, તેમણે કરેલાં કાળા કરતૂતોના કારણે જ નાગરિકોએ તેમનું મોઢું કાળું કર્યું છે. જેમાં કોંગ્રેસનો કોઈ હાથ નથી