ટ્રાફિકની સમસ્યા આજના સમયમાં એટલી જટિલ છે કે એના નિવારણ માટે કરીએ એટલા ઉપાય ઓછા પડે. કોઈ પ્રજાને કોઈ પોલીસને તો કોઈ ઢોરને ટ્રાફિક માટે જવાબદાર ઠેરવતું આવ્યું છે. એમાં પણ મેગાસિટીની ટ્રાફિકનું નામ પડતાં જ લોકોને ચુસ્તી ચડે છે. ત્યારે આજે વાત કરવી છે અમદાવાદના નારોલ સર્કલની કે જ્યાં કંઈક આવો જ માથાભારે અને જંજટ ઉભી કરતો ટ્રાફિક રહેતો હતો. જો કે હવે આ સમસ્યાનો હલ થઈ ગયો અને લગભગ 15 વર્ષની જટિલ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. PSI વાય.કે. સોઢાની મહેનત એટલી રંગ લાવી કે રોજના 70,000 અમદાવાદીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
ટ્રાફિક પૂર્વ DCP સફીન હસનની દીર્ધ દ્રષ્ટિ, ACP ડી. એસ. પુનડીયાનું નેતૃત્વ અને ઈન્ચાર્જ પીઆઈ બી.એસ. રબારીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ટ્રાફિક પોલીસ, કે ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન નારોલના PSI વાય.કે. સોઢાએ આ કામ કરી બતાવ્યું. નારોલ ચોકડી એટલે એક તરફ CTM, એક તરફ રિવરફ્રન્ટ, એક તરફ ખેડા નડિયાદ અને એક તરફ વિશાલા સર્કલ. આ બધા જ એવા વિસ્તારો છે કે જ્યાં હજારો લોકો કામ અર્થે આવતા જતા રહે છે.
નારોલ ચોકડી પરથી 24 કલાકમાં 70,000 જેવા વાહનો પસાર થતા હશે. તો સ્વાભાવિક છે કે સમજી શકાય કેટલો ટ્રાફિક રહેતો હશે. પરંતુ ખાસ કરીને ચોમાસામાં આ સર્કલ પર ખુબ ટ્રાફિક થઈ જાય. છેલ્લા 15-15 વર્ષથી આ સમસ્યા આવતી હતી. સર્કલ પર જ પાણી ભરાઈ જાય અને એમનો કોઈ નિકાલ જ ના થાય. વ્યવસ્થાના અભાવે આ ચોકડી પર લોકોને 30-30 મિનિટ પણ ટ્રાફિકમાં ઉભુ રહેવું પડે એવી સમસ્યા સર્જાતી હતી.
PSI વાય.કે. સોઢા અને એમની 11 સ્ટાફની ટીમને આ વાતલ વારંવાર ખુંચતી અને અંદરથી પરેશાન કરતી કે આખરે આ સમસ્યાનો નિકાલ કઈ રીતે લાવવો. ત્યારબાદ IRB અને NHAIના સંકલનમાં રહીને કામગીરી શરૂ કરી. કારણ કે આ રસ્તો AMCના નેજા હેઠળ ન આવતો હોવાથી કામગીરી પણ IRB અને NHAIને સંકલનમાં રાખીને કરવી પડે. PSI વાય.કે. સોઢાએ જ્યાં લખવા પડે ત્યાં લેટરો લખ્યા, કરવી પડે ત્યાં અરજીઓ કરવી, દિલ્લી હોય કે અમદાવાદ બધે જ ખુબ લડ્યા અને આખરે દરેક સંસ્થામા સહયોગ અને સંકલનથી આ કામ પાર પડ્યું છે અને ચોમાસામાં હવે કોઈ અમદાવાદીને આ સર્કલ પર વધારે સમય રાહ નહીં જોવી પડે.
15 વર્ષમાં જે ન થયું એ કામ હવે શરૂ થઈ ગયું છે અને ચોમાસું આવતા તો કામ પુરુ પણ થઈ જશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જશે. પહેલા જ્યારે પાણી ભરાતું તો 7 દિવસ સુધી પાણી સુકાતું નહી. AMC પાણીના ટેન્કર મોકલે અને પાણીનો નિકાલ કરવામાં આવતો. પરંતુ હવે IRB અને NHAIના સંકલનમાં રહીને PSI વાય.કે. સોઢા અને તેમની 11 લોકોની ટીમે રોજના 70,000 અમદાવાદીઓને રાહતનો શ્વાસ આપ્યો છે.
PSI વાય.કે. સોઢાના નેજા હેઠળ નારોલ સર્કલ પર બીજા પણ ઘણા સારા કહી શકાય એવા કામો થયા છે. એમના 7 વર્ષના કાર્યકાળ દરમિયાન હંમેશા તેઓ એક્ટિવ રહ્યા છે. જ્યાં પણ ફરજ બજાવી ત્યાં લોકોને તકલીફ ન પડે અને ટ્રાફિકની સમસ્યા ન થાય એનું સજાગ રહીને ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સિવાય નારોલ ચોકડી પણ રિક્ષા ચાલકોની થોડી હેરાનગતિ તેમજ પ્રદુષણ વધારે હતું.
ટ્રાફિકમાં અવરોધરૂપ બનતા. પરંતુ PSI વાય.કે. સોઢાએ રિક્ષા ચાલકો સામે પણ લાલ આંખ કરી અને દુષણને સોલ્વ કરી દીધું છે. હવે PSI વાય.કે. સોઢા ઓફિસની બહાર નીકળે કે તરત જ જો કોઈ રિક્ષા ચાલક આડા-અવળો થતો હોય તો ઉભી પૂંછડીએ ભાગે છે. PSI વાય.કે. સોઢાનો ખોફ કહો કે નિષ્ઠાપુર્વક કામગીરી કહો પણ એમના નેજા હેઠળ હંમેશા ટ્રાફિક એકદમ શિસ્તમાં જ ચાલ્યો છે.
હવે તો બસ કરો, મોંઘવારી ઓછી હોય એમ ફરીવાર દૂધના ભાવમાં થશે તોતિંગ વધારો, સીધા આટલા રૂપિયા વધી જશે
VIDEO: ગુજરાતમાં સદીઓના ઈતિહાસ પલટાયા, કિર્તીદાનના લોકડાયરામાં પ્રથમ વખત સોના-ચાંદીના સિક્કાનો વરસાદ
આ સિવાય PSI વાય.કે. સોઢાની નોંધનીય કામગીરી વિશે વાત કરીએ તો વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારોમાં અલગ અલગ કેમ્પેઈન પણ કરવામાં આવે છે. જેમ કે ઉત્તરાયણ હોય તો ચાઈનીઝ દોરી વાપરતા લોકોને પકડવા, હોળી હોય તો મહિલાઓની છેતરપિંડી ન થાય એનું ધ્યાન રાખવું, જનમાષ્ટમીના તહેવારમાં લોકો જુગારના રવાડે ન ચડે એના પર કામગીરી કરવી. વર્ષ પુરુ થાય ત્યારે થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં દારુના અડ્ડા અને દારુડિયાઓ પર કડક કાર્યવાહ કરવી… જેના અનેક તહેવારોમાં પણ PSI વાય.કે. સોઢા અને એમની ટીમ હંમેશા કામ કરતી રહી છે.