છેલ્લા એક અઠવાડિયામા ગુજરાતના અનેક વિસ્તારોમા કમોસમી વરસાદ નોંધાયો છે. માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટુ નૂકશાન પહોંચ્યુ છે. બીજી તરફ આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હવે હવામાન વિભાગે જણાવ્યુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. આ કારણે કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે અને ક્યાંક મહત્તમ તાપમાનનો આંકડો 38 સુધી નોંધાય રહ્યો છે જે આગામી દિવસોમાં 2-3 ડિગ્રી વધી શકે છે.
રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવના
હવામાન વિભાગ દ્વારા કહેવામા આવ્યુ છે કે માર્ચના મધ્ય સુધીમાં પારો 40 પર પહોંચશે અને તારીખ 13થી 15 દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠુ થઈ શકે છે. આ બાદ તાપમાનમા વધારો થશે અને હીટવેવ અનુભવાશે. આ વિશે વાત કરતા અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, 13 અને 14 તારીખે ગુજરાતમાં હળવા કે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે.
13-14 તારીખે પવન સાથે કમોસમી વરસાદ ખાબકશે
રાજ્યના કચ્છ, પોરબંદર, ગીર-સોમનાથમાં ખાસ માવઠાની સંભાવના છે. આ સાથે તારીખ 13મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં કમોસમી વરસાદ, તારીખ 14મી માર્ચે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, કચ્છમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. આ સાથે 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
આ વખતે રામ નવમીએ બને છે 5 અત્યંત દુર્લભ સંયોગો, ભક્તોના ઘરોમાં સંપત્તિના ઢગલા થઈ જશે
રાજ્યમાં અત્યારે થયેલા માવઠાને કારણે ખેડૂતોને માર સહન કરવાનો વારો આવ્યો છે. બેવડી મોસમને કારણે રોગચાળો વધ્યો છે. હાલ રાજ્યના તાપમાન પર નજર કરીએ તો કાલે સૌથી ઊંચું મહત્તમ તાપમાન 38 38 ડિગ્રી સાથે ભૂજ સૌથી ગરમ રહ્યા હતા. આ સિવાય નલિયામાં સૌથી નીચું 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યુ હતું.