હવે બોવ થયું, અંબાજી પ્રસાદ મામલે વિશ્વ હિંદુ પરિષદ ‘મહાભારત’ કરવાના મૂડમા, અનેક સાધુ-સંતોની ધીરજ પણ ખૂટી ગઈ

Lok Patrika Desk
Lok Patrika Desk
2 Min Read
Share this Article

હાલ અંબાજી મંદિર પ્રસાદ વિવાદ મુદ્દે ચર્ચામા છે. હવે વિશ્વ હિન્દુ પરિષદ આ સમગ્ર મામલે મેદાનમાં આવી છે અને અંબાજીમાં ધરણા કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન પરંપરાગત પ્રસાદ બંધ કરવા મામલે વિરોધ નોંધાવશે જેમા હિન્દુ પરિષદે યાત્રા સંઘો, સંતો, ભક્તોને પણ આવવા આહ્વાન કર્યું છે. આ સાથે અંબાજીમા બંધનું એલાન કરાયુ છે જેમા તમામ વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખવાનુ જાહેર કર્યુ હોવાના સમાચાર છે.

મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તોમાં નારાજ

આ  વિશે વિગતે વાત કરીએ તો  મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા મુદ્દે ધરણા થશે. આવતીકાલે  રાજ્યના તમામ મંદિરોમાં સ્તુતિ કરીને મોહનથાળ વહોંચવામાં આવવાનુ પણ જાહેર કરવામા આવ્યુ છે. પરંપરાગત રીતે ચાલુ રહેલો પ્રસાદ તરીકે મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તોમાં નારાજ છે. મળતી માહિતી મુજબ દાંતાના સ્ટેટ રાજવીએ 900 વર્ષથી વધારે સમયથી ચાલતી મોહનથાળ પ્રસાદ પ્રથાને ચાલુ કરવાની માંગ કરી છે અને જો ચાલુ નહી કરવામા આવે તો રાજવી પરિવારે કોર્ટમાં જવાની વાત કહી છે.

ભાજપ ઉપપ્રમુખ સુનિલ બ્રહ્મભટ્ટે કાલે રાજીનામું આપી દીધું

મળતી માહિતી મુજબ અંબાજી મંદિર વિક્રમ સંવત 1137થી મહારાજ સાહેબ જસરાજસિંહ દાંતા સ્ટેટ દ્વારા બનાવડાવામા આવ્યુ હતુ. ત્યારથી ચોખ્ખા ઘી માંથી મોહનથાળનો પ્રસાદ અહી માતાજીને ધરાવવામાં આવી રહ્યો છે. આ બાદ હવે મોહનથાળ પ્રસાદ બંધ કરાતા ભક્તો અને ધાર્મિક સંસ્થાઓ સંગઠનો, ભૂદેવો મેદાને આવ્યા છે અને ધરણા ચાલુ કર્યા છે.

બાબા વેંગાની 2023ની ભવિષ્યવાણી સાચી પડી! પૃથ્વી પર ત્રાટકશે સૌર વાવાઝોડું, હવે આ 5 આગાહી પર પણ બધાની બાજ નજર

આ લોકોની કુંડળીમાં બનશે આ અત્યંત ‘અશુભ યોગ’, 6 મહિના સુધી રોજ નવો કકળાટ ભોગવવાનો! સાવધાન રહેવું પડશે!

આ વખતે રામ નવમીએ બને છે 5 અત્યંત દુર્લભ સંયોગો, ભક્તોના ઘરોમાં સંપત્તિના ઢગલા થઈ જશે

આ સાથે અંબાજી શહેર ભાજપ ઉપપ્રમુખ સુનિલ બ્રહ્મભટ્ટે કાલે રાજીનામું આપી દીધું હોવાના સમાચાર છે. આ પાછળનુ કારણ અનેકવાર રજૂઆતો છતાં પ્રસાદ ચાલુ ન કરાયો હોવાનુ સામે આવ્યુ છે. આ  વિશે વાત કરતા સુનિલ બ્રહ્મભટ્ટે કહ્યુ કે મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તોની લાગણી દુભાઈ છે. હવે આ પ્રસાદ ચાલુ કરવા માટે ફરીથી પ્રયાસો કરવામા આવી રહ્યા છે,.

 

 


Share this Article
Leave a comment